Shani Upay: જ્યોતિષમાં શનિદેવને ક્રૂર ગ્રહ કહેવામાં આવ્યા છે. કારણ કે જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે તો તે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. જોકે સાવ એવું પણ નથી કે શનિદેવ સાવ ક્રોધિત જ રહે છે. શનિદેવ દરેકને તેના કર્મ અનુસાર ફળ આપે છે. તેમ છતાં કુંડળીમાં શનિની દશા, સાડાસાતી કે પનોતીમાં તમને કષ્ટ સહન કરવા પડી રહ્યા છે તો તેનું નિવારણ તમે શનિવારે શનિદેવના મંત્રોનો જાપ કરીને લાવી શકો છો. આજે તમને શનિદેવના કેટલાક ચમત્કારી મંત્રો વિશે જણાવીએ. જેનો જાપ શનિવારે કરવાથી લાભ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિદેવના ચમત્કારી મંત્રો


આ પણ વાંચો:


અધિકમાસની પૂર્ણિમા પર સર્જાશે 3 પુણ્યશાળી યોગ, આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે લક્ષ્મીજી


શરીરના આ અંગો પર તલ વ્યક્તિને બનાવે છે અંબાણી જેવા સમૃદ્ધ, ચેક કરો તમને ક્યાં છે તલ


8 ઓગસ્ટે શુક્ર સિંહ રાશિમાં થશે અસ્ત, આ રાશિઓના લોકો ઘેરાશે આર્થિક સંકટમાં


1. ઓમ નિલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ
છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ્


2. ઓમ ભગભવાય વિદ્મહૈં મૃત્યુરુપાય ધીમહિ તન્નો શનિ: પ્રયોદ્યાત્


3. ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્વરાય નમ:


4. ઓમ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્
ઉર્વારુક મિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મા મૃતાત
ઓમ શન્નોદેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે શંયોરભિશ્રવન્તુ ન:
ઓમ શં શનૈશ્વરાય નમ:


આ રીતે કરો મંત્રોનો જાપ

શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શનિવારે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરો. ત્યારપછી નજીકના શનિ મંદિરમાં જઈ શનિદેવની પૂજા કરો. ઘરે પાછા આવ્યા પછી કુશના આસન પર બેસીને ઉપરોક્ત મંત્રોનો જાપ કરો. તેનાથી શનિદેવનો ક્રોધ શાંત થઈ જાય છે અને જીવનમાં સુખ-સંપત્તિ વધે છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)