Shani Mantra: શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત હોય છે. આ દિવસે શનિદેવની પૂજા અને ઉપાસના કરવાનું વિધાન છે. જે સાધક ને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તેમણે રોજ શનિદેવની પૂજા કરી અને શનિ મંત્રોનો જાપ કરવો જોઈએ. સનાતન ધર્મ અનુસાર શનિદેવ વ્યક્તિને કર્મ અનુરૂપ ફળ આપે છે જે વ્યક્તિના કર્મ સારા હોય છે તેમને સારા ફળની પ્રાપ્તિ થાય છે અને ખરાબ કર્મ હોય તેને શનિદેવ દંડ આપે છે. જ્યારે પણ શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થાય છે અથવા તો સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય છે ત્યારે વ્યક્તિને સૌથી વધુ કષ્ટ સહન કરવા પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિના જીવનમાં અસ્થિરતા પણ આવે છે. આ અસ્થિરતા શારીરિક માનસિક અને આર્થિક હોઈ શકે છે. આવી સ્થિતિમાં શનિવારના દિવસે આ શનિ મંત્રોનો જાપ કરવાથી શનિનો પ્રભાવ ઘટાડી શકાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Astro Tips: દુર્ભાગ્ય દુર કરી સમૃદ્ધિ લાવે છે દીવો, જાણો દીવા સાથે જોડાયેલા ઉપાય


2 મેથી આ 4 રાશિના લોકોને છે મોજ જ મોજ... શુક્ર ગ્રહ થશે મહેરબાન


Badrinath Dham: બદ્રીનાથ ધામના આ રહસ્યો વિશે નહીં જાણ્યું હોય આજ સુધી


શનિ મહામંત્ર


ॐ નિલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ
છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્વરમ્


શનિ દોષ નિવારણ મંત્ર


ॐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારુક મિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મા મૃતાત


શનિનો પૌરાણિક મંત્ર


ॐ હિં નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ
છાયા માર્તડસમ્ભૂતં તં નમામિ શનૈશ્વરમ્


શનિ ગાયત્રી મંત્ર


ॐ ભગભવાય વિદ્મહૈં મૃત્યુરુપાય ધીમહિ તન્નો શનિ: પ્રચોદયાત્


સ્વાસ્થ્ય માટે શનિ મંત્ર


ધ્વજિની ધામિની ચૈવ કંકાલી કલહપ્રિહા
કંકરી કલહી ચાઉથ તુરંગી મહિષી અજા
શનૈર્નામાનિ પત્નીનામેતાનિ સંજપન્ પુમાન્
દુ:ખાનિ નાશ્ચેન્નિત્યં સૌભાગ્યમેધતે સુખમં


મહામૃત્યંજય મંત્ર


ॐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્
ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત
 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)