વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો સાથે ત્રિગ્રહી કે ચતુર્ગ્રહી યોગ બનાવે છે. જેનો વ્યાપક પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે મીન રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, બુદ્ધિ અને વેપારના દાતા બુધ, માયાવી ગ્રહ રાહુ અને ધનના દાતા શુક્રનો સંયોગ બની રહ્યો છે. જેનાથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ યોગ બનવાથી કેટલીક રાશિવાળાને ધનદોલતમાં બંપર વધારો થઈ શકે છે. આ સાથે જ નોકરીમાં પ્રમોશન, લવ મેરેજના યોગ બની રહ્યા છે. જાણો એ લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
ચાર ગ્રહોનો સંયોગ એ વૃષભ  રાશિવાળા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને બની રહ્યો છે. આથી જો તમે વેપારી હોવતો તમને સારો ધનલાભ થઈ શકે છે. આ સાથે જ તમારે વેપારમાં એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનું કામ હોય તો તમને સારો એવો લાભ થઈ શકે છે. હોટલ, ટુરિઝમ અને સોના ચાંદી સંલગ્ન કામકાજ કરતા હોવ તો સારો લાભ મળી શકે છે. રોકાણથી પણ લાભના યોગ બની રહ્યા છે. 


મિથુન રાશિ
ચતુર્ગ્રહી યોગ બનવો એ મિથુન રાશિના જાતકોને લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી દશમ સ્થાન પર બની રહ્યા છે. આથી આ સમય દરમિયાન જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોવ તો જોબ મળી શકે છે. જ્યારે નોકરીયાતોને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે. આ સાથે જ જો તમે રાજકારણ સાથે જોડાયેલા હોવ તો ચૂંટણી પણ જીતી શકો છો. આ સાથે જ કોઈ પદ પણ મળી શકે છે. આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. 


ધનુ રાશિ
ચાર ગ્રહોની યુતિ ધનુ રાશિના જાતકો માટે ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ચતુર્થ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે જ જો તમે રાજકારણમાં સક્રિય હોવ તો તમારી ચૂંટણીમાં જીત થઈ શકે છે. આ સાથે જ આ સમયમાં તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. સ્વાસ્થ્યની રીતે પણ સમય સારો રહેશે. તમે મનથી સંપૂર્ણ રીતે પ્રસન્ન રહેશો. તમારા માતા સાથે પણ સંબંધ સારા રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube