વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પર રશિ પરિવર્તન કરીને ત્રિગ્રહી કે ચતુર્ગ્રહી યોગ બનાવતા હોય છે. જેની માનવ જીવન પર વ્યાપક અસર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે ઓગસ્ટમાં ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના રાજા સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યારે ધનના દાતા શુક્ર અને ચંદ્ર પણ સિંહ રાશિમાં હશે. આવામાં આ ગ્રહોની યુતિથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય પલટી શકે છે. આ સાથે જ ધનસંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ રાશિ
તમારા માટે ચતુર્ગ્રહી યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણકે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમયમાં તમારા વ્યક્તિત્વમાં નિખાર જોવા મળશે. આ સાથે જ આ સમયગાળામાં ભાગ્યના સહયોગથી અનેક કાર્યો સરળતાથી પૂરા થશે. જ્યારે જે લોકો લાંબા સમયથી નોકરીમાં ફેરફારની યોજના ઘડી રહ્યા છે તેમને હવે કરિયરમાં ઉન્નતિ અને પગારમાં વધારા માટે સારી તકો મળશે. આ સાથે જ આ સમયગાળામાં તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. આ સમય દરમિયાન અપરિણીત લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. 


વૃશ્ચિક રાશિ
તમારા માટે ચતુર્ગ્રહી યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારા ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ ધન કમાવવાની સારી તકો મળશે અને ધનની બચત કરવામાં પણ સક્ષમ થશો. આ દરમિયાન બેરોજગારોને નોકરી મળી શકે છે. આ સાથે જ જો તમે વેપારી હશો તો તમને સારો એવો નફો થતા ધનલાભ  થઈ શકે છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. 


ધનુ રાશિ
ચતુર્ગ્રહી યોગ બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે જ તમારી બુદ્ધિનો વિકાસ થશે અને તમારા લક્ષ્યોને લઈને સંપૂર્ણ રીતે ફોકસ્ડ પણ રહેશો. તમે દેશ વિદેશનો પ્રવાસ કરી શકો છો. આ સમયમાં નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમોમાં સામેલ થઈ શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)