Chaturgrahi Yog In Meen: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરી શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 23 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જ્યાં પહેલાથી રાહુ, બુદ અને શુક્ર ગ્રહ બિરાજમાન છે. તેવામાં આ ગ્રહોની યુતિથિ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ
તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. સાથે આ દરમિયાન તમને પૈતૃક સંપત્તિ વગેરેનું સુખ મળી શકે છે. તો આ સમયમાં નોકરી કરનાર જાતકોની પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમયે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. તો તમારૂ પારિવારિક જીવન સારૂ રહેશે. સાથે સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો.


આ પણ વાંચોઃ 50 વર્ષ બાદ બુધ, શુક્ર, રાહુ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓ થઇ જશે માલામાલ


મિથુન રાશિ
ચતુર્ગ્રયી યોગ મિથુન રાશિના જાતકો માટે ફળયાદી સાબિત થશે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને કામ-કારોબારમાં સારી પ્રગતિ મળી શકે છે. જો તમે કોઈ વાહન કે સંપ્તિ ખરીદવાનું સપનું જોઈ રહ્યાં છો તો આ સમયમાં પૂરુ થઈ શકે છે. આ સમયે જે લોકો બેરોજગાર છે તેને નવી નોકરી મળી શકે છે. તો નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. સાથે તમને ધનલાભ થશે. 


ધન રાશિ
તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ચોથા ભાવ પર બની રહી છે. તેથી આ સમયે તમારા ભૌતિક સુખમાં વધારો થશે. સાથે પ્રગતિની નવી તક મળશે. આ સમયમાં તમને પરિવારજનો તરફથી ભેટ અને સન્માન મળશે. તો આ સમયે તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે આ સમયમાં તમને પૈતૃક સંપત્તિથી લાબ મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. સાથે ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે.