Mulank 6: અંકશાસ્ત્રમાં મૂલાંકનું ખુબ મહત્વ હોય છે, તેના આધારે ભવિષ્ય, કારકિર્દી અને પર્સનાલિટી જણાવવામાં આવે છે. જેમ જ્યોતિષમાં 12 રાશિઓ હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં 1 થી 9 સુધીની મૂળાંકની સંખ્યા હોય છે. રાશિચક્રની જેમ દરેક મૂલાંકનો પણ તેનો ગ્રહ સ્વામી હોય છે. આજે આપણે જાણીએ એ મૂળાંક વિશે જે નાની ઉંમરમાં જ ઘણી સંપત્તિ, કીર્તિ અને પ્રસિદ્ધિ મળે છે. કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે. એવું કહી શકાય કે આ તારીખો પર જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે અને જન્મ લેતા જ ધનવાન બની જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રની રહે છે વિશેષ કૃપા
મૂળાંક 6નો સ્વામી શુક્ર છે, જે ધન, વૈભવ, સૌંદર્ય, પ્રેમ આકર્ષણનું કારક છે. મૂળાંક 6ના જાતકો પર શુક્ર ગ્રહ અને મા લક્ષ્મીની વિશેષ કૃપા ઉતરે છે. એટલા માટે આ લોકો નાની ઉંમરમાં માલામાલ બની જાય છે.


મોંઘા શોક
મૂળાંક 6ના જાતકો જેટલા અમીર હોય છે એટલા જ ખર્ચીલા પણ હોય છે. આ લોકો મોંઘા ચીજોના શોખીન હોય છે. તેણે લગ્ઝરી અને ઈમ્પોર્ટેડ ચીજો જ પસંદ પડે છે.


ખુબસુરત અને અટ્રેક્ટિવ
મૂળાંક 6ના જાતકો દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક હોય છે. આ લોકો મન અને શરીર બંને રીતે હંમેશા યુવાન રહે છે. આ લોકોને વૃદ્ધાવસ્થા મોડી આવે છે. જેના કારણે લોકો તેમની તરફ સરળતાથી આકર્ષિત થઈ જાય છે.


કલાપ્રેમી અને ફરવાના શોખીન
મૂળાંક 6ના લોકો ખુબસૂરત અને કલા પ્રેમી હોય છે. તેઓ જમવાના, સારા પોશાક અને લગ્ઝરી ટ્રેવલના શોખીન હોય છે. મઝાકિયો સ્વભાવવાળા અને સકારાત્મક ઉર્જાથી લથપથ હોય છે. આ લોકો દરેક સ્થિતિમાં ખુશ રહેવાનું જાણે છે.


આ ક્ષેત્રોમાં કમાય છે નેમ-ફેમ
મૂળાંક 6ના જાતકો આમ તો કોઈ પણ ક્ષેત્રમાં પૈસા તો જોરદાર કમાય છે. પરંતુ ફિલ્મ, કલા, મોડલિંગ, સંગીત, ફેશન ડિઝાઈનિંગ, મીડિયા, ગ્લેમરના ક્ષેત્રમાં સારું નામ કમાય છે. જ્યારે બિઝનેસ કરે તો શુક્ર સાથે જોડાયેલી ચીજો જેમ કે કોસ્મેટિક્સ, લગ્ઝરી આઈટમો જેવીમાં ખુબ સફળ થાય છથે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)