Republic Day 2024: તિરંગાના રંગોનું જ્યોતિષ સાથે છે ખાસ કનેક્શન, જાણો જીવન પર શું થાય છે અસર
Tiranga: ત્રિરંગાના ત્રણેય રંગો પોતામાં ખૂબ મહત્વ ધરાવે છે. એ જ રીતે જ્યોતિષમાં પણ રંગોનો સંબંધ ગ્રહો સાથે છે. જેની સીધી અસર વ્યક્તિના જીવન પર પડે છે.
Republic Day 2024: દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે દેશ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. આ એક એવું પર્વ હોય છે જ્યારે તમામ દેશવાસી મળી દેશભક્તિનો જશ્ન મનાવે છે. તમને જણાવી દઈએ કે 26 જાન્યુઆરી 1950ના દેશમાં સત્તાવાર રીતે બંધારણ લાગૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય ધ્વજ તિરંગો ફરકાવવામાં આવે છે. તિરંગામાં કેસરી, સફેદ અને લીલો રંગ હોય છે. તેની વચ્ચે બ્લુ કલરનું એક અશોક ચક્ર પણ હોય છે.
તિરંગાના ત્રણેય રંગોનું અનેરૂ મહત્વ છે. આ રીતે જ્યોતિષમાં પણ રંગોનો સંબંધ ગ્રહો સાથે હોય છે. તેની સીધી અસર વ્યક્તિના જીવન પર પડે છે. આજે અમે તમને તિરંગામાં રહેલા રંગોનો સંબંધ કયાં ગ્રહ છે અને વ્યક્તિના જીવન પર તેની શું અસર પડે છે, તેના વિશે જણાવીશું.
કેસરિયો રંગ
કેસરિયો રંગ ગ્રહોના રાજા સૂર્યદેવનો હોય છે. આ રંગ શક્તિને દર્શાવે છે. ઉગતા સૂર્યનો રંગ પણ કેસરિયો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તેજ, પ્રકાશ, આત્મા અને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ બુધ, મકર અને શુક્ર યુતિ બનાવી મચાવશે ધમાલ, આ ત્રણ રાશિના જાતકોને થશે ડબલ લાભ
સફેદ રંગ
બાળપણથી આપણે શીખાડવામાં આવે છે કે સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સફેદ રંગનો સંબંધ ચંદ્રમા અને શુક્રથી છે. ચંદ્રમા કર્ક રાશિના સ્વામી હોય છે અને તેને મન અને માતાને કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ આકર્ષણ, એશ્વર્ય, સૌભાગ્ય, ધન, પ્રેમ અને વૈભવના કારક હોય છે.
લીલો રંગ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે લીલા રંગનો સંબંધ બુધ ગ્રહથી છે, જે બુદ્ધિ, એકાગ્રતા, વાણી, ત્વચા, સૌંદર્ય અને સુગંધના કારક માનવામાં આવે છે.
બ્લુ રંગ
તિરંગામાં બ્લુ રંગનું અશોક ચક્ર પણ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં બ્લુ રંગનો સંબંધ શનિ ગ્રહ સાથે હોય છે, જે ન્યાયના કારક માનવામાં આવે છે.
(Disclaimer: સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)