Solar Eclipse Horoscope: બહુ જલદી વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગવાનું છે. એપ્રિલ મહિનામાં આ ગ્રહણ થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ખગ્રાસ એટલે કે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ હશે. જે લગભગ 54 વર્ષ બાદ લાગશે. 8 એપ્રિલના રોજ મીન રાશિમાં આ ગ્રહણ લાગશે. સૂર્ય ગ્રહણ ભારતમાં જો કે નહીં જોવા મળે પરંતુ તમામ રાશિઓને પ્રભાવિત કરશે. આ સૂર્ય ગ્રહણથી કઈ રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે તે ખાસ જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે વર્ષનું પહેલું સૂર્ય  ગ્રહણ ખુબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે દિવસનો પહેલો પ્રહર શુભ છે. વર્ષોથી અટકેલા  કામ ધીરે ધીરે પૂરા થતા જશે. નોકરી કરી રહેલા લોકોને બોસનો ભરપૂર સાથ મળશે. 


વૃષભ રાશિ
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ અને તે પણ ખગ્રાસ સૂર્ય ગ્રહણ વૃષભ રાશિવાળા માટે લાભકારી ગણવામાં આવી રહ્યું છે. તમારી આવક વધી શકે છે. નોકરીયાત લોકોને એવા એવા ટાસ્ક મળશે જે તેમના પ્રમોશનનું કારણ પણ બની શકે છે. કોઈ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. જીવનસાથી સાથે કેટલાક સુખદ પળો વીતાવી શકો છો. 


મકર રાશિ
મકર રાશિવાળા માટે પણ સૂર્ય ગ્રહણ ફાયદાકારક ગણવામાં આવી રહ્યું છે. બિઝનેસ કરી રહેલા લોકોને નવા રોકાણકારો અને કલાયન્ટ્સ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. વિદ્યાર્થીઓ માટે સારો સમય ગણવામાં આવી રહ્યો છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube