ડાકોર મંદિરમાં હોળીએ દર્શનના સમયમાં કરાયો ફેરફાર, આ શિડ્યુલ જોઈને જજો નહિ દરવાજા બંધ મળશે
Dakor Temple Holi Celebration : ગુજરાતના સુપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં ફાગણી પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતુ હોય છે, ત્યારે આ દિવસે ભક્તોના દર્શનને લઈને મંદિર દ્વારા સમયપત્રક જાહેર કરવામા આવ્યું છે
Holi 2023 નચિકેત મહેતા/ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાશે. ફાગણી પુનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે પહોંચે છે. ત્યારે આ વખતે ફાગણી પૂનમના મેળાને લઈને આગોતરું પ્લાનિંગ કરી દેવાયું છે. ત્રણ દિવસના આ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ આ વર્ષે આવનારા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ફાગણી પૂનમને લઈ દર્શનનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે.
મંદિર કમિટી દ્વારા તારીખ 6 માર્ચ, 7 માર્ચ અને 8 માર્ચનું મંદિરનું શિડ્યુલ જાહેર કરાયું છે. જેમાં તારીખ 6 માર્ચ સોમવારે ફાગણસુદ ચૌદસ છે. તો 7 માર્ચના રોજ ફાગણ સુદ પૂનમ છે. તેના બીજા દિવસે એટલે કે 8 માર્ચના રોજ ફાગણવદ છે. આ દિવસે ડોલોત્સવ ઉજવાશે. આ ત્રણેય દિવસનું શિડ્યુલ આ રહ્યું.
તારીખ 6 માર્ચ, સોમવાર
વહેલી સવારે 4:45 વાગે નિજમંદિર ખુલશે 5 વાગે મંગળા આરતી થશે
5 વાગ્યાથી 8 વાગ્યાં સુધી દર્શન ખુલ્લા રહેશે
8:00 થી 8:30 સુધી દર્શન બંધ રહેશે
8:30 વાગે દર્શન ખુલી 1:00 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે
1:00 થી 1:30 દર્શન બંધ રહેશે
બપોરે 1:30 થી 2:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
3:30 મંદિર ખુલી 3:45 વાગે આરતી થશે, જે દર્શન 5:30 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે
5:30 થી 5:45 બંધ રહેશે 5:45 વાગે દર્શન ખુલી રાત્રે 8:00 સુધી ખુલ્લા અને અંતે 8:45 વાગે મંદિર બંધ થશે
તારીખ 7 માર્ચ, મંગળવાર
વહેલી સવારે 3:45 વાગે મંદિર ખુલી 4:00 મંગળા આરતી થશે જે દર્શન 7:30 સુધી ખુલ્લા રહેશે
7:30 થી 8:00 સુધી દર્શન બંધ રહેશે
8:00 દર્શન ખુલી 2:30 સુધી ખુલ્લા રહેશે
2:30 થી 3:00 સુધી દર્શન બંધ રહેશે
બપોરે 3:00 થી 5:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
5:30 થી 6:00 સુધી દર્શન બંધ રહેશે
6:00 થી 8:00 સુધી દર્શન ખુલ્લા રહેશે
8:15 ખુલી ભગવાન અનુકૂળતાએ પોઢી જશે એટલે મંદિર બંધ
તારીખ 8 માર્ચ, બુધવાર
વહેલી સવારે 5:00 વાગે મંદિર ખુલી 5:15 વાગે મંગળા આરતી થશે
5:15 થી 8 30 સુધી દર્શન ખુલ્લા રહેશે
8:30 થી 9:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે
9:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી ભગવાન ફુલડોરમાં બિરાજ છે દર્શન ખુલ્લા રહેશે
બપોરે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
2:00 થી 3:30 સુધી દર્શન બંધ રહેશે
3:30 થી 4:00સુધી દર્શન ખુલ્લા રહેશે
4:30 થી 5:00 સુધી દર્શન બંધ રહેશે
સાંજે 5:00 વાગે નિજ મંદિર ખોલી 5:15 વાગે આરતી થઈ નિત્યક્રમ અનુસાર પોળી જશે
ડાકોરમાં ડોલોત્સવનું મહત્વ
હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે. આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્યભાવથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલવવા માટે, કુમારિકાઓ પાસે પત્ર – પુષ્પથી સજાવીને ડોલ સિધ્ધ કરાવે છે. વળી, ચારો યુથ શ્રીસ્વામિનીજી, શ્રીચંદ્રાવલીજી, શ્રીવિશાખાજી, શ્રીયમુનાજી ચારેય યુથાધિપતિની ભાવનાથી પ્રભુ ડોલ ઝૂલે છે.