હોળીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જાણીને જજો નહિ તો ફેરો ફોગટ જશે
Holi 2023 : હોળીના તહેવારને લઈને દ્વારાધીશ મંદિરના સમયમાં ફેરફાર... ફૂલડોલ મહોત્સવને લઈને સમયમાં કરાયો ફેરફાર... 6 તારીખે હોળીના દિવસે મંદિર દર્શન નિત્યક્રમ મુજબ
Dwarka Temple : દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકામાં કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરી ગેટ અને ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં ખાસ ફુલડોલ ઉત્સવ પર આવતા હોય છે ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં કીર્તિસ્તંભથી એન્ટ્રી થાય છે અને 56 સીડી સ્વર્ગ દ્વારેથી યાત્રિકોને પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતું આ વચ્ચે દ્વારકા મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય બદલાયો છે.
તારીખ 6ના રોજનું શિડ્યુલ
હોળી તેમજ ફૂલડોલ મહોત્સવ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર રહેશે. તારીખ 6 ના રોજ સાંજે 6:24 થી દ્વારકા ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. તારીખ 6 ના દ્વારકાધીશ મંદિરમાં દર્શન નિત્યક્રમ મુજબ રહેશે.
તારીખ 7નું શિડ્યુલ
તારીખ 7 મંગળવારે સવારે 6 વાગ્યે મંગળા આરતી, ત્યાર બાદ બપોરે 1 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ દર્શન થશે. બપોરે 1 થી 5 સુધી મંદિર બંધ રહેશે. સાંજે 5 વાગ્યાથી નિત્ય ક્રમ મુજબ દર્શન થશે.
તારીખ 8 નું શિડ્યુલ
તારીખ 8 ફૂલડોલ ના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી, ત્યાર બાદ બપોરે 1 સુધી નિત્યક્રમ મુજબ દર્શન, ત્યાર બાદ બપોરે 1 થી 2 સુધી મંદિર બંધ રહેશે. બપોરે 2 વાગ્યે ખાસ ઉત્સવ આરતી થશે. બપોર બાદ બપોરે 2 થી 3 સુધી ખાસ ઉત્સવ દર્શન ફૂલડોલ મહોત્સવ મંદિરની અંદર ઉજવાશે. બાદ બપોરે 3 થી 5 મંદિર બંધ રહેશે. સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન રહેશે.
દ્વારકામાં પદયાત્રીઓનો સંઘ ધીમે ધીમે જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સેવા કેમ્પ પણ શરુ થવા લાગ્યા છે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ હાઇવે રોડ પર લોકોને વાહન ધીમે ચલાવવા અનુરોધ કરાયો છે તો યાત્રિકો પણ ભગવાન દ્વારકાધીશ ની એક ઝલક પામવા દૂર દૂરથી પગપાળા દ્વારકા તરફ આવી રહ્યા છે યાત્રિકોની ભારે આ વખતે દ્વારકામાં ઉમટવા ની છે ત્યારે તંત્ર પણ તડામાર તૈયારી કરી ચૂક્યું છે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV ની મદદથી બાજ નજર રાખવામાં આવશે. તો દ્વારકા પોલીસ દ્વારા 1 એસ.પી.6 DYSP 17 જેટલા પી.આઇ.પી.એસ.આઇ સહિત કુલ 1200 જેટલા પોલીસ હોમ ગાર્ડ, જી. આર. ડિ. ના જવાનો તૈનાત રેહસે.તો એલ.સી.બી.એસ. ઓ.જી. ની ટીમ સહિત પોલીસ ની સી ટીમ પણ ભક્તો ને મદદે હાજર રહેશે.
વીઓ : ત્યારે હાલ ભક્તોની ભીડ વધવાની શક્યતા હોઈ તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે , અલગ પાર્કિંગ જોન કરવામાં આવ્યા છે એટલું જ નહિ પગ પાળા આવતા યાત્રિકો ને રસ્તા પર પરેશાની ના થાઈ તે હેતુ થી વન વે રોડ જાહેર કરાયા છે તો હાઇવે પર કોઈ અકસ્માત ના થાઈ તે માટે ગતી મર્યાદા પણ તંત્ર દ્વારા નકી કરી દેવાય છે.
બીજી તરફ દ્વારકા પધારતા ભક્તો માટે હોટેલ ,ધર્મશાળા મા વધુ ભાડા ના લેવાય તે પણ ધ્યાન તંત્ર દ્વારા લેવાય રહ્યું છે તો મોટી સંખ્યામાં આવતા ભક્તો ને જમવા નો આહાર પણ ઉતમ મળે તે માટે ફૂડ વિભાગ ને પણ એલર્ટ રખાયું છે એટલું જ નહિ અહી પધારતા ભક્તો ને તબીબી સારવાર ની જરૂર પડે તો તે માટે અલયાદી આરોગ્ય ની ટીમ પણ તંત્ર દ્વારા અહી તેનાત કરાઇ છે.સાથે જ આટલી મોટી ભીડ માં કોઈ અનીછીનીય ઘટના ના બને તે માટે વધારા નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. ત્યારે તંત્ર અને મંદિર સમિતિ દ્વારા ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રમવા તમામ તૈયારીઓ ને આખરી પૂર્ણ કરાઇ છે .અને તંત્ર દ્વારા 8 તારીખના ફુલડોલ ઉત્સવનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ સંગ હોળી ઉજવવા અધિરા બન્યા છે.
ત્યારે હાલ યાત્રિકોની સંખ્યામાં આ વખતે વધારો જોવા મલી રહ્યો હોઈ દ્વારકામાં હાલ કીર્તિસ્તંભથી 56 સીડી સ્વર્ગ દ્વારેથી એન્ટ્રી યાત્રિકો મેડવશે અને મોક્ષ દ્વારેથી બહાર નીકળશે આયોજન અને વ્યવસ્થા ના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતા તરફ છે.દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે ત્યારે ભક્તો પણ ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રંગાવા આધિરા બન્યા છે ત્યારે દ્વારકામાં હાલ યાત્રિકોની ભારે ભીડ ઉમટી રહી છે દ્વારકામાં બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યો છે દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોની લાંબી કતારો જોવા મળી રહી છે.