Signs Of Death In Garud Puran: આ ધરતી પર જેણે જન્મ લીધો છે, તેનું એક દિવસ મૃત્યું પણ નક્કી છે. આ એક શાસ્વત નિયમ છે. આ હકીકતથી કોઈ ભાગી શકતું નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિની મોત આવવાની હોય છે તો તેની સાથે શું થાય છે. શું મરનાર વ્યક્તિને પોતાના મોતનો અહેસાસ પહેલાથી થવા લાગે છે. જેમ જેમ મોત નજીક આવે છે, તેણે શું દેખાવા લાગે છે. મૃત્યું અને તેના પછીના જીવન સાથે જોડાયેલા અનેક રહસ્યો વિશે આજે અમે તમને એક ચોંકાવનારી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેણે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃત્યું પહેલા શું દેખાય છે સંકેત?


નજર આવવા લાગે છે પૂર્વજ
ગરૂડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યું નજીક આવવા લાગે છે તો તેણે અમુક સંકેત પહેલાથી જ મળવાના શરૂ થઈ જાય છે. એવા વ્યક્તિની હાથની રેખાઓ હલ્કી પડવા લાગે છે. આંખો આગળ અંધારું છવાઈ જાય છે અને દેખાવા ઓછું લાગે છે. જે લોકોને જલ્દી મોત આવવાનું હોયા છે, તેણે સપનામાં પોતાના પૂર્વજ દેખાવા લાગે છે. એટલું જ નહીં, તેમની સાથે વિતાવેલા તમામ સારા દિવસો યાદ આવવા લાગે છે. એવું લાગવા લાગે છે કે તે તમને પ્રેમ કરી રહ્યા છે અને પોતાની પાસે આવવા માટે કહી રહ્યા છે.


ગાયબ થઈ જાય છે પડછાયો
ગરૂડ પુરાણ અનુસાર, જ્યારે વ્યક્તિના મોતનો છેલ્લો સમય નજીક આવી જાય છે તો તેણે તેલ, ધી, કાચ અથવા તો પાણીમાં પોતાની પરછાયો દેખાવવાનું બંધ થઈ જાય છે. તેમનો પડછાયો તેમનો સાથ છોડીને ઉડી ચૂક્યો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિના મોતમાં બસ એક પહરનો સમય બાકી રહેતો હોય તો તેણે એવું લાગવા લાગે છે કે કોઈ નકારાત્મક શક્તિ તેમની પાસે હાજર છે. તે સમજી જાય છે કે યમદૂત તેણે લેવા માટે આવી ચૂક્યા છે પરંતુ તેમનું શરીર ધીરેધીરે બેઝાન થઈ ચૂક્યું હોય છે અને તે કઈ કરી શકતો નથી.


મોતના એક કલાક પહેલા શું દેખાય છે?
ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિના મોતમાં લગભગ 1 કલાકનો સમય બાકી રહે છે ત્યારે તેણે એક રહસ્યમયી દ્વાર નજર આવવા લાગે છે. તે દ્વારથી આગના કિરણો નીકળી રહ્યા હોય છે. તેણે જોઈને વ્યક્તિના જીવનમાં કરેલા પોતાના તમામ ખરાબ કામ યાદ આવવા લાગી જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)