December 2024: 2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
December Grah Gochar 2024: ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં એક દુર્લભ ઘટના બનશે. બે ડિસેમ્બર 2024 ના રોજ ચાર પ્રમુખ ગ્રહ પોતાની ચાલ બદલશે. ગ્રહોના આ પરિવર્તનની અસર ફક્ત રાશિચક્રની બાર રાશિ પર જ નહીં પરંતુ દેશ દુનિયા પર પણ જોવા મળશે. તો ચાલો જાણીએ ડિસેમ્બર મહિનામાં એકસાથે કયા ચાર ગ્રહ પોતાની ચાલ બદલશે અને તેનાથી કઈ રાશિને લાભ થશે ?
December Grah Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલમાં સતત ફેરફાર થતો રહે છે. ગ્રહોની ચાલ બદલવી એક ખગોળીય ઘટના છે જેની અસર માનવજીવન પર પણ થાય છે. વર્ષ 2025 નજીક આવતા ગ્રહોની ગતિવિધિઓ પણ વધતી જોવા મળે છે. વર્ષ 2024 ના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં તો એક દુર્લભ ઘટના બનવા જઈ રહી છે. 2 ડિસેમ્બરે ચાર શક્તિશાળી ગ્રહ પોતાની ચાલ બદલશે.
આ પણ વાંચો: વર્ષ 2025 માં આ રાશિની સાડાસાતી થશે પુરી, શનિના રાશિ પરિવર્તનથી થશે મોટા ફેરફાર
2 ડિસેમ્બર 2024 ગ્રહ ગોચર
બુધ - 2 ડિસેમ્બર 2024 ના રોજ બુધ પોતાની દિશા બદલશે. આ દિવસે બુધ ક્રાંતિવૃત પરિવર્તન કરશે જેના કારણે સંચાર માધ્યમોમાં ફેરફાર થશે અને વેપારમાં ઉતાર ચડાવ જોવા મળશે. શિક્ષ ક્ષેત્ર પણ પરિવર્તન દેખાશે.
શુક્ર - 2 ડિસેમ્બર 2024 ના રોજ શુક્ર રાશિ પરિવર્તન કરશે. આ દિવસે શુક્ર મકર રાશિમાં ગોચર કરશે. શુક્રના રાશિ પરિવર્તનથી લોકોને મેરીડ લાઈફ આર્થિક સ્થિતિ ને અસર થશે.
આ પણ વાંચો: 24 દિવસમાં શુક્ર 3 વખત નક્ષત્ર બદલશે, મેષ સહિત 3 રાશિને થશે મહાલાભ, ભાગ્ય પલટી મારશે
કેતુ - છાયા ગ્રહ કેતુ બે ડિસેમ્બરે નક્ષત્ર પરિવર્તન કરશે. જેની અસર દરેક રાશિને થશે. કેતુ નક્ષત્ર પરિવર્તન કરીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જશે.
સૂર્ય - ગ્રહોના રાજા સૂર્ય બે ડિસેમ્બરે જેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી દેશ દુનિયા અને વાતાવરણ પર અસર થશે. વાતાવરણમાં પરિવર્તન અને દેશમાં રાજકીય સ્થિતિમાં ઊથલપાથલ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: ભંગ થયા બાદ ફરી સર્જાયો શશ રાજયોગ, શનિ કૃપાથી ભરાઈ જશે આ 3 રાશિવાળાઓની તિજોરી
4 ગ્રહોના ગોચરની રાશિઓ પર અસર
મેષ રાશિ
ડિસેમ્બર મહિનો મેષ રાશિના લોકો માટે શુભ હશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. આવક ના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં નવી ઓળખ ઊભી થશે અને માન સન્માન વધશે. વેપારીક યાત્રા લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓને કારકિર્દીમાં સફળતા મળશે. નવી નોકરી મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે અને ધનની આવક વધશે. કરેજથી મુક્તિ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિ માટે પણ ચાર ગ્રહોનું ગોચર લાભકારી છે. આ સમય દરમિયાન પ્રતિભામાં નિખાર આવશે. રોકાણથી લાભ થવાના યોગ. સારું રિટર્ન મળવાથી આર્થિક સ્થિતિ સુધરશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે સંબંધ મધુર બનશે. વેપારમાં સ્થિરતા આવશે. યાત્રા સુખદ રહેશે. અટકેલું ધન પરત મળશે. લવ લાઇફમાં મજબૂતી આવશે. માનસિક શાંતિ વધશે
આ પણ વાંચો: Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે
સિંહ રાશિ
સિંહ રાશિ માટે સમય અત્યંત શુભ. નવી નવી જાણકારી પ્રાપ્ત કરવામાં રુચિ વધશે. લેખન અને સંચાર સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. વેપારમાં નવા પ્રયત્નો રંગ લાવશે. ઉપરી અધિકારીઓ તરફથી મદદ મળશે. રીયલ એસ્ટેટમાં રોકાણ લાભદાયક હશે. પારિવારિક જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે.
તુલા રાશિ
વૈદિક જ્યોતિષ અનુસાર તુલા રાશિના લોકો આ સમય દરમિયાન વધારે એક્ટિવ રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. કલા અને સૌંદર્ય સંબંધિત ક્ષેત્રમાં સફળતા મળશે. અટકેલા કામ પુરા થવા લાગશે. લવ લાઇફમાં સુધારો આવશે.
આ પણ વાંચો: શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ
ધન રાશિ
ધન રાશિના લોકો આ સમય દરમિયાન વધારે ભાવુક બની શકે છે. ધન લાભના યોગ બની રહ્યા છે. વેપારીઓને નવી તકો મળશે. વેપારમાં સ્થિરતા આવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં સંબંધ મધુર બનશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. લવ લાઈફ માટે અનુકૂળ સમય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)