Dhan Labh Upay: આપણા દેશમાં દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર ગુણોનો ખજાનો છે તેનો ઉપયોગ રસોઈ ઉપરાંત આયુર્વેદમાં પણ ઔષધી તરીકે થાય છે. આવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ હળદરના ઉપયોગને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. હળદરનો ઉપયોગ વાસ્તુ શાસ્ત્રમાં પણ થાય છે. હળદરના ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને ઘરમાં જો ધન સંબંધિત સમસ્યા રહેતી હોય તો હળદરના કેટલાક અચૂક ઉપાયો કરી તેનાથી મુક્તિ મેળવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પણ વાંચો:


30 તારીખે મકર રાશિમાં સર્જાશે 'લક્ષ્મી યોગ', આ રાશિઓના લોકો પર થશે ધન વર્ષા


Astro Tips: જો તમારા મનમાં પણ સતત રહેતો હોય ભય તો ઘરની આ દિશામાં કરી લો આ સરળ કામ


ગંગા દશેરાના દિવસે કરેલા પીળી સરસવના આ ટોટકા, જીવનની દરેક સમસ્યા કરશે દુર

અટકેલું ધન મેળવવા


હળદર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. ગુરૂવારના દિવસે હળદરનો આ ઉપાય કરવાથી આર્થિક પરેશાની દૂર થાય છે. હળદર ખૂબ જ પવિત્ર વસ્તુ છે તેનો ઉપાય કરવાથી અટકેલું ધન પ્રાપ્ત થાય છે. તમારા રૂપિયા અટકેલા હોય અને તમારે તેને પરત પ્રાપ્ત કરવા હોય તો ચોખાને હળદર થી રંગી અને પોતાના પર્સ અથવા તો તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ધન પ્રાપ્ત થાય છે.



કાર્ય સફળતા માટે


ઘણી વખત તમે લાખ પ્રયત્નો કરો છતાં પણ કાર્યમાં સફળતા મળતી નથી. તેવામાં હળદરનો આ ઉપાય તમને સફળતા અપાવી શકે છે. તેના માટે તમારે હળદરના ગાંઠિયા થી માળા તૈયાર કરવાની છે. આ માળા ભગવાન ગણેશની અર્પણ કરવાની છે. આમ કરવાથી તમને કાર્યમાં સફળતા મળશે.



ધન લાભ માટે


જો તમે હજારો રૂપિયા કમાવ છો તેમ છતાં હાથમાં રૂપિયા ટકતા ન હોય તો આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે હળદરનો આ ઉપાય કરવો. એક લાલ કપડું લેવું અને તેમાં હળદર ની ગાંઠને બાંધીને શુભ મુહરતમાં તિજોરીમાં રાખી દેવી. આમ કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યા દૂર થશે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)