Dhan Labh Upay: જીવનમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયો કરવાથી ગ્રહદોષ દુર થાય છે અને આર્થિક સ્થિતિ પણ સુધારી શકાય છે. આવા જ અનેક ઉપાયોમાંથી એક ઉપાય છે વાસી રોટલીનો. સામાન્ય રીતે દરેક ઘરમાં વાસી રોટલીને ફેંકી દેવામાં આવતી હોય છે. પરંતુ હવેથી રોટલી ફેંકવાના બદલે તેનો આ ઉપાય અજમાવજો. ભોજન માટે બનતી રોટલી પેટ તો ભરે જ છે પરંતુ વાસી રોટલીના આ ટોટકા તિજોરી પણ ભરી શકે છે. આ ટોટકા કરવાથી ઉગ્ર ગ્રહ શાંત થાય છે. આપણા ઘરમાં રોજ બનતી રોટલીમાંથી કેટલીક રોટલીને રાખવામાં આવે છે. આ રોટલીનો ઉપયોગ તમે ઉપાય કરવા માટે કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જીવનમાં આવનારા સંકટ તરફ ઈશારો કરે છે આ ઘટનાઓ, માનવામાં આવે છે અશુભ


Mahashivatri પર આ વસ્તુઓનું કરો દાન, ઘરમાં ભરાશે ધનના ભંડાર


Vijaya Ekadashi: જાણો ક્યારે છે વિજયા એકાદશી ? શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા આ મુહૂર્તમાં કરી લો આ સરળ ઉપાય
 
-  જો કુંડળીમાં રાહુ દોષ હોય તો તે વ્યક્તિએ રોજ વાસી રોટલી પર સરસવનું તેલ લગાડીને કાળા કૂતરાને ખવડાવવી જોઈએ. આમ કરવાથી રાહુ દોષ દુર થાય છે અને સાથે જ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.


- જો શનિની સાડાસાતી ચાલી રહી હોય અને એક પછી એક સમસ્યાઓ પરેશાન કરી રહી હોય તો અમાસ કે અઠવાડિયાના કોઈપણ શનિવારે ગાયને બે વાસી રોટલી અને ખીર ખવડાવો.  


- નવ ગ્રહ શાંતિ માટે અને પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પક્ષીઓને પાંચ વાસી રોટલી નાના ટુકડા કરીને ખવડાવવા જોઈએ.  


- રોજ બનતી રોટલીમાંથી છેલ્લી રોટલી કાઢીને કાળા કૂતરાને ખવડાવવી. આ ઉપાયથી ઘરમાં શાંતિ રહે છે.


-  ઘરમાં રોજ બનતી રોટલીમાંથી પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
 
- વાસી રોટલીમાં થોડો ગોળ ઉમેરી લાડુ બનાવી ગાયને રોજ ખવડાવવી જોઈએ. તેનાથી વૈવાહિક સંબંધો સુધરે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.