Vastu Upay: હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર ઘરમાં કોઈ વસ્તુ રાખવામાં આવે તો જીવનમાં આવેલી સમસ્યાઓ પણ આપમેળે દૂર થઈ જાય છે. તેવી જ રીતે જો ઘરમાં વાસ્તુદોષ હોય તો આર્થિક તંગી પણ સર્જાઈ શકે છે. આ પ્રકારના દોષના કારણે જો આર્થિક તંગી સર્જાઈ હોય તો તેને દૂર કરવાના ઘણા ઉપાય વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક વધે છે અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક તંગીને દૂર કરવા માટે કયા ઉપાય કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બુધ અને શુક્રની યુતિથી સર્જાશે લક્ષ્મીનારાયણ યોગ, 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો


તિજોરી


વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે જો ઘરમાં ધનની આવક વધારવી હોય તો તિજોરીને ઘરની ઉત્તર દિશામાં રાખો. આ દિશામાં તિજોરી રાખવાથી ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે છે. સાથે જ તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી.


કબાટની દિશા


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કબાટને હંમેશા દક્ષિણ દિશાની દીવાલ પર રાખો જેથી તે ખુલે ઉત્તર દિશા તરફ. ઘરની ઉત્તર પશ્ચિમ દિશા હંમેશા ઊંચી અને ઉત્તર પૂર્વ દિશા ઢાળવાળી હોવી જોઈએ.


આ પણ વાંચો: 1000 વર્ષ પછી 3 ગ્રહોનો સર્જાયો દુર્લભ સંયોગ, 2024 માં 3 રાશિઓને અચાનક થશે ધનલાભ


રાત્રે એઠા વાસણ ન રાખો


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાત્રે એઠા વાસણ છોડવા જોઈએ નહીં. તેનાથી માતા લક્ષ્મી રિસાઈને ઘર છોડી જાય છે. રાત્રે વાસણને સાફ કરીને મૂકી દેવા જોઈએ. આ સાથે જ ઘરમાં કોઈપણ નળ ટપકતો ન હોય તે વાતનું પણ ધ્યાન રાખવું.


એકવેરીયમ રાખવું


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણામાં દેવી-દેવતાનો વાસ હોય છે. તેથી આ દિશામાં ક્યારેય ગંદકી રાખવી નહીં અને કોઈ ભારી વસ્તુ પણ મૂકવી નહીં. આ દિશામાં પાણી સંબંધિત કોઈ વસ્તુ રાખવી અશુભ ગણાય છે. ધનની આવક વધે તે માટે ઈશાન ખૂણામાં નાનકડું એકવેરીયમ રાખી શકાય છે.


આ પણ વાંચો: નવા વર્ષની શરૂઆતથી રોજ આ કામ કરવાનો બનાવી લો નિયમ, દિવસ રાત વધતું રહેશે બેંક બેલેન્સ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)