ધનલક્ષ્મી યોગ ત્યારે બને છે જ્યારે લાભકારી ગ્રહ, મુખ્ય રીતે શુક્ર અને બૃહસ્પતિ કોઈ વ્યક્તિની જન્મકુંડળીના કેટલાક ઘરોમાં રણનીતિક રીતે સ્થિત હોય છે. જે આ વખતે કેટલીક રાશિઓ માટે ધનના ભંડાર ખોલી નાખશે. શુક્ર ગ્રહ ધન અને વિલાસનો ગ્રહ અને બૃહસ્પતિ વિસ્તાર અને પ્રચુરતાનો ગ્રહ છે. શુભ સ્થિતિમાં હોય તો ઉર્જાનું સામંજસ્યપૂર્ણ મિશ્રણ બનાવે છે. બીજા, પાંચમા, નવમાં અને અગિયારમાં ઘરોમાં આ ગ્રહોની યુતિ જાતકોને નાણાકીય સફળતા, ભૌતિક સુખ સુવિધાઓ અને સમગ્ર સમૃદ્ધિ પ્રદાન કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજુ ઘર સંચિત ધનથી સંબંધિત છે જ્યારે પાંચમુ અને નવમું ઘર જ્ઞાન, ભાગ્યને દર્શાવે છે. અગિયારમું ઘર વિભિન્ન સ્ત્રોતોથી લાભ અને આવક સંબંધિત છે. જ્યારે આ ઘરો પર શુક્ર અને બૃહસ્પતિનો સકારાત્મક પ્રભાવ પડે છે ત્યારે વ્યક્તિને ધન લક્ષ્મી યોગના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 


મેષ રાશિ
તમે ચતુર નિર્ણય લેવાની ક્ષમતાને પ્રદર્શિત કરતા તમારા તમામ કાર્યોને નિપુણતાથી પૂરા કરશો. પરિવાર સાથે બહાર ફરવાની યોજના બની શકે છે. માનસિક શાંતિ રહેશે. કમાણીમાં વધારો અને વ્યવસાયિક નફો તમારો દિવસ ખુશનુમા કરશે. મિત્રોને મળવું આનંદદાયક રહેશે અને  તમારા સાથીને બહાર લઈ જવાથી તણાવ પણ ઓછો થશે. તમારી ઉર્જામાં વધારો થશે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા...તમારો આજનો દિવસ મિત્રો, સહયોગીઓ અને પરિવારના સમર્થનનો આનંદ લેવાનો છે. એવું લાગે છે કે દરેક જણ તમારું સમર્થન કરી રહ્યા છે. જો તમે કોી કોર્ટ મામલામાં ફસાયેલા હશો તો જીત પલડું તમારા તરફ નમી શકે છે. મીડિયા, કપડાં વેપારી અને ચાંદી વેપારી લાભદાયક દિવસોમાં છે. જરૂર કરતા વધુ ધન ખર્ચવા અંગે સતર્ક રહો. કારણ કે બજેટથી વધુ ખર્ચ કરવો પડકાર ઊભો કરી શકે છે. કોઈ પણ પ્રકારની ખટાશ રોકવા માટે તમારા સંબંધોમાં મીઠાશ રાખો. 


મકર રાશિ
મકર રાશિવાળા માટે નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે. સંભવિત મહેમાનોના આગમનથી તમારો દિવસ વ્યસ્ત રહી શકે છે. તમારું કરિશ્માઈ વ્યક્તિત્વ આજે ચમકી રહ્યું છે પછી ભલે કામ પર હોય કે ઘર પર. જમારે તમારા મહત્વને સ્વીકારવામાં આવ્યું છે, તમારા સ્વાસ્થયનું પણ ધ્યાન રાખો. મસાલેદાર ભોજન તમને પેટની સમસ્યા કરાવી શકે છે. આથી સાવધાની રાખો. રોમાન્સમાં નાની મોટી અસહમતિ થઈ શકે છે અને ચૂપ્પી તમારી સૌથી સારી પ્રતિક્રિયા રહી શકે છે. 


કુંભ રાશિ
કુંભ રાશિવાળાને આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. જો તમારું ધ્યાન પૂજા પાઠ કે આધ્યાત્મ તરફ રહેશે તો દિવસ સારો રહેશે. રચનાત્મકતા વધે છે અને તમારો મૂડ રોમેન્ટિંક રહેશે. સાંજે બહાર ફરવા જઈ શકો છો. વ્યવસાયિક ક્ષેત્રમાં લાભની સંભાવનાઓ ખુલશે. બહાર ઓળખ કરતા તમારા જીવનસાથીને પ્રાધાન્ય આપો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube