દિવાળીનું પર્વ ધનતેરસથી શરૂ  થઈને પાંચ દિવસ સુધી ચાલે છે. ધનતેરસમાં ધનનો અર્થ ધન અને તેરસ એટલે કે વદ પક્ષની તેરસ. આ કારણસર ધનતેરસને ધનત્રયોદશી નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે ધનતેરસ પર 100 વર્ષ બાદ એક સાથે ત્રિગ્રહી યોગ, ત્રિપુષ્કર યોગ, ઈન્દ્ર યોગ, વૈધૃતિ યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો મહાસંયોગ બની રહ્યો છે. જે અનેક રાશિના જાતકો માટે ખુબ શુભ ગણાઈ રહ્યો છે. આ દિવસે પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે. જેમાં સાંજે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આચાર્ય અંજની કુમાર ઠાકુરે જણાવ્યું કે ત્રિપુર યોગમાં જે પણ કાર્ય કરાશે તેનું ત્રણ ગણું ફળ મળશે. આ વર્ષે ધનતેરસ પર 1 કલાક 41 મિનિટનું શુભ મુહૂર્ત પ્રાપ્ત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનતેરસ પર પૂજા
ધનતેરસના દિવસે શ્રદ્ધાળુઓ માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેર અને ધન્વંતરિની પૂજા કરે છે. દેવી લક્ષ્મી અને કુબેરની કૃપાથી ધન અને દૌલતમાં વધારો થાય છે. સુખ સમૃદ્ધિ વધે છે. ધન્વંતરિની પૂજા કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને પરિવારના લોકો નિરોગી રહે છે. આ માન્યતાના કારણે આ પર્વ મહત્વપૂર્ણ થઈ જાય છે. 


ધનતેરસ પર ત્રિગ્રહી યોગ
આ વર્ષે ધનતેરસ પર ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. પંચાંગ મુજબ 29 ઓક્ટોબરના દિવસે ત્રિપુષ્કર યોગ સવારે 6.31 મિનિટથી સવારે 10.31 મિનિટ સુધી રહેશે, ઈન્દ્ર યોગ 28 ઓક્ટોબરની સવારે 6.48થી 29 ઓક્ટોબરની સવારે 7.48 સુધી રહેશે. આ સાથે જ બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરીને શુક્ર સાથે યુતિ કરશે. જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ પણ બનશે. 100 વર્ષ બાદ એક સાથે ત્રિગ્રહી યોગ, ત્રિપુષ્કર યોગ, ઈન્દ્ર યોગ, વૈધૃતિ યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો મહાસંયોગ બની રહ્યો છે. જે અનેક રાશિના જાતકો માટે ખુબ શુભ ગણાઈ રહ્યો છે. જાણો કોને ફાયદો કરાવશે આ મહાસંયોગ...


તુલા રાશિ
ધનતેરસ પર ત્રિગ્રહી યોગનું નિર્માણ તુલા રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થઈ શકે છે. સુખ શાંતિથી ઘરનો માહોલ ખુશનુમા રહેશે. ફાઈનાન્શિયલ સિચ્યુએશનમાં સુધારો થશે. ધનલાભના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધ મજબૂત થશે. 


ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે ધનતેરસ પર ત્રિગ્રહી યોગનું નિર્માણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈ નવા કામની શરૂઆત શુભ માનવામાં આવી રહી છે. આ દિવસે ખરીદી કરવી ખુબ ફાયદાકારક રહેશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. આર્થિક લાભ થઈ શકે છે. 


કર્ક રાશિ
ધનતેરસના દિવસે ત્રિગ્રહી યોગનું નિર્માણ કર્ક રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થવાની શક્યતા છે. કેટલાક જાતકો મુસાફરી કરી શકે છે. પરિવારનો ભરપૂર સહયોગ રહેશે. લક્ઝરી ચીજોની ખરીદી પણ કરી શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)