Dhanteras 2024: હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું મહત્વ છે. વર્ષ દરમિયાન દિવાળીનો તહેવાર સૌથી મુખ્ય તહેવાર હોય છે. દિવાળીના તહેવાર પાંચ દિવસના હોય છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે ખરીદીના પણ શુભ મુહૂર્ત હોય છે. આ દિવસે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું મહત્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:દિવાળી પછી શુક્ર રાશિ બદલશે, આ 3 રાશિઓનો ભાગ્યોદય થશે, દરેક ક્ષેત્રમાં સફળતા મળશે


ધનતેરસના દિવસે શુભ ખરીદી કરી માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધે અને જળવાઈ રહે તે માટે કરોડપતિ લોકો હોય તે પણ ધનતેરસના દિવસે ખાસ વસ્તુ ખરીદતા હોય છે. આ વસ્તુ ખરીદવાના કારણે તેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદીને ઘરે રાખવાથી આખું વર્ષ ઘરમાં ધન સંપત્તિ છલોછલ રહે છે. તો ચાલો તમને જણાવીએ ધનતેરસના દિવસે સોના ચાંદી સિવાય એવી કઈ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.


આ પણ વાંચો:જાન્યુઆરી 2025 થી આ 4 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, દરેક કામ થશે સફળ, ધનમાં થશે વધારો


ધનતેરસના દિવસે મોટાભાગે લોકો પોતાની શક્તિ અનુસાર સોના કે ચાંદીના સિક્કા ખરીદતા હોય છે. પરંતુ આ દિવસે મોટા ભાગના કરોડપતિ લોકો એક એવી વસ્તુ ખરીદે છે જેના કારણે તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. આ વસ્તુ છે ચમચી. ધનતેરસના દિવસે નાનકડી ચાંદીની ચમચી ખરીદવાથી લાભ થાય છે. આ ચમચી નો ઉપયોગ ખાવા પીવામાં કરવામાં આવતો નથી.ધનતેરસના દિવસે ચાંદીની ચમચી ખરીદી અને માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે. ત્યાર પછી તેને તિજોરીમાં રાખી દેવામાં આવે છે. માન્યતા છે કે અ નાનકડું કામ કરી લેવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 


આ પણ વાંચો:શનિ મંગળનો ષડાષ્ટક યોગ ફળશે ત્રણ રાશિઓને, વર્ષ 2025 સુધી થતો રહેશે ધનલાભ


ધનતેરસના દિવસે ચાંદીની ચમચી ખરીદવાથી આખું વર્ષ ઘરમાં પૈસાની તેમની સર્જાતી નથી. ધન સતત વધારો થાય છે. જો ચાંદીની ચમચી ખરીદી શકાય નહીં તો પિત્તળ અથવા સ્ટીલની ચમચી પણ ખરીદી શકાય છે. 


આ પણ વાંચો:શુક્ર ગ્રહ જેષ્ઠા નક્ષત્રમાં કરશે પ્રવેશ, 27 ઓક્ટોબરથી 3 રાશિઓને મોટો ધન લાભ થશે


આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ઘરમાં ધનના દેવતા કુબેરની પૂજા કરવાની સાથે માતા લક્ષ્મી અને ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે માતાને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં લોટમાંથી બનેલા દીવામાં ચાર વાટનો દીવો કરવો જોઈએ. સાથે જ સૂકા ધાણાના બી, કોડી, એક જાડું અને એક ચમચી ખરીદવી. માન્યતા છે કે આ વસ્તુની ખરીદી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પર ધનવર્ષા કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)