10 નવેમ્બર 2023થી દિવાળીના મહાપર્વની શરૂઆત થઈ જશે. 12 નવેમ્બરે મહાલક્ષ્મી પૂજન થશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ આ વર્ષની દિવાળી કેટલીક રાશિઓ માટે શુભ રહેવાની છે. આ વર્ષે દિવાળી પહેલા રાહુ, કેતુ અને શનિએ રાશિ પરિવર્તન કરી લીધુ છે. રાહુ, કેતુ અને શનિને જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ સ્થાન મળેલું છે. આ ત્રણેય ગ્રહોને પાપી અને ક્રુર ગ્રહ ગણવામાં આવે છે. રાહુ, કેતુ અને શનિના અશુભ પ્રભાવોથી દરેક ભયભીત રહે છે. પરંતુ હકીકતમાં એવું છે નહીં. આ ગ્રહ શુભ ફળ પણ આપે છે. તેઓ શુભ અવસ્થામાં હોય તો વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. રાહુ, કેતુ અને શનિનું રાશિ પરિવર્તન કેટલીક રાશિવાળાના જીવનમાં ખુશીઓ લઈને આવે છે. આ રાશિવાળાની દિવાળી સુધરી જશે. જાણો કઈ રાશિવાળા હશે ભાગ્યશાળી....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
પરિવાર તરફથી અચાનક શુભ સમાચાર મળી શકે છે.
કાર્યોમાં સફળતા મળશે. 
ધનલાભ થશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. 
દાંપત્ય જીવન સુખમય રહેશે. 
ભાગ્યનો સાથ મળશે. 
ભગવાન શંકરની કૃપાથી જીવન આનંદમય રહેશે. 


મિથુન રાશિ
તમારું માન સન્માન વધશે.
ઘરમાં ખુશીઓ આવશે. 
વેપાર અને નોકરીની રીતે આ મહિનો ખુબ મહત્વપૂર્ણ રહેશે. 
માનસિક શાંતિ રહેશે. 
આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળશે. 
કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત નહીં કરવી પડે. 
પરિવારના સભ્યો સાથે સમય પસાર કરો. 
જીવનસાથીનો સહયોગ મળશે. 


સિંહ રાશિ
નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. 
વેપારમાં લાભના યોગ છે. 
કાર્યોમાં સફળતા મળશે. 
ધનલાભ થવાના યોગ છે. 
નોકરી અને વેપારમાં સફળતાના યોગ બની રહ્યા છે. 
જીવનસાથી સાથે સમય પસાર કરો. 
આ સમય દરેક વ્યક્તિ તમારી મદદ માટે તૈયાર રહેશે. 


કન્યા રાશિ
નોકરીમાં પ્રગતિ મળી શકે છે. 
કોઈ નવો પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. 
પરિવારમાં માહોલ સારો રહેશે. 
જે પણ કાર્ય કરશો તેમા લાભ મળશે. 
ભગવાન શંકરની વિશેષ કૃપા રહેશે. 
નોકરી અને વેપાર માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. 
આર્થિક પક્ષ મજબૂત થશે. 
માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારાના યોગ છે. 
વૈવાહિક જીવન આનંદમય રહેશે. 


ધનુ રાશિ
કાર્યક્ષેત્રથી કોઈ પ્રકારના સારા સમાચાર મળી શકે છે. 
પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. 
કોઈ શુભ સમાચાર મળી શકે છે. 
ભાગ્યનો સાથ મળશે. 
આર્થિક પક્ષ મજબૂત થશે. 
દાંપત્ય જીવન ખુશમય રહેશે. 
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. 
કાર્યોમાં સફળતા મળશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)