Diwali 2023: જ્યોતિષ શાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ દિવસે શુભ મુહૂર્તમાં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં પ્રવેશ કરે છે. તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ રહેલું છે. વાસ્તુ અનુસાર દિવાળીની રાત્રે ઘરમાં દીવા પ્રગટાવતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં ધનનો પ્રવાહ અવિરત વહેતો રહે છે. રોશનીના આ પર્વમાં માટીના દીવાઓનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે સરસવના તેલના દીવા પ્રગટાવી ઘરમાં રોશની કરવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીનું સ્વાગત કરવા માટે ઘરને ફૂલ, રંગોળીથી શણગારવામાં આવે છે. દીવાને સૌભાગ્ય અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દિવાળીના દિવસે તમાલપત્ર પર આ શબ્દ લખી માતા લક્ષ્મીને કરો અર્પણ, મનની ઈચ્છા થશે પુરી
 
દિવાળી પર આ દિશામાં પ્રગટાવો દીવો
 
દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ પ્રસંગ દરમિયાન દીવા પ્રગટાવવાની પરંપરા છે.  આ દિવસે દીવો યોગ્ય દિશા તરફ હોય તે ખૂબ જ જરૂરી છે. કોઈપણ શુભ કાર્યમાં દીવો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. તેથી દિવાળીની રાત્રે દીવો કરતી વખતે તેનું મુખ પૂર્વ તરફ રાખવું જોઈએ. તેનાથી ઘર પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.


આ પણ વાંચો: 5 ગ્રહોના મહાગોચરથી બદલી જાશે આ લોકોનું ભાગ્ય, અચાનક ચારેતરફથી થશે ધનલાભ


ચોખા પર દીવો મૂકો


દિવાળી પર ચોખાને દીવાની નીચે રાખવાથી શુભ ફળ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દીવા નીચે ચોખા આસન સમાન માનવામાં આવે છે. તેને દીવા નીચે રાખાથી શુભ ફળ મળે છે. ચોખા સિવાય તમે જવ, તલ, ઘઉં વગેરે પણ રાખી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)