દીવાળી બાદ કેટલીક રાશિઓ પર શનિદેવની કૃપા વરસવાની છે. કારણ કે દીવાળી પર શશ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે. આ સાથે જ લક્ષ્મીનારાયણ યોગ પણ બનશે. જેનાથી કેટલીક રાશિઓ માટે દીવાળી ભરપૂર ફાયદો કરાવનારી રહેશે. શનિ કુંભ રાશિમાં 29 માર્ચ 2025 સુધી રહેશે. ત્યારબાદ શનિ મીન રાશિમાં ગોચર કરશે અને મીન રાશિવાળા પર શનિની સાડાસાતી શરૂ થશે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ સાંજે 5.09 વાગે કુંભ રાશિમાં માર્ગી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનુ રાશિવાળાને પ્રમોશનનો યોગ
31 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2024ના રોજ દીવાળી બંને દિવસે ઉજવાશે. આવામાં આ વર્ષે દીવાળી પર બંને જ દિવસે કર્મફળના દેવતા શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરશે અને ખુબ જ શક્તિશાળી શશ રાજયોગ બનાવશે. તેનાથી ધનુ રાશિવાળાના પ્રમોશનનો યોગ છે. જૂની બીમારી દૂર થશે. 


તુલા રાશિ
તુલા રાશિવાળા પણ દીવાળી બાદ શનિની કૃપાને પાત્ર બનશે. સ્વાસ્થ્ય લાભ બનશે. ઘર કે સંપત્તિ અંગે ચાલી રહેલો માનસિક તણાવ દૂર થશે. વર્ક પ્લેસ પર સહયોગીઓની મદદથી લક્ષ્ય પ્રાપ્તિમાં મદદ મળશે. 


વૃશ્ચિક રાશિ
દીવુાળી બાદ વૃશ્ચિક રાશિવાળાને ઘરમાં બરકત થશે, ઘરમાં સુખ શાંતિ રહેશે. ઘરમાં માંગલિક કાર્યો થશે. નોકરી અને વેપારમાં ખુબ પ્રગતિ થશે. આર્થિક મામલાઓમાં તમને અપેક્ષા કરતા વધુ લાભ થશે. 


કર્ક રાશિ
કર્ક રાશિવાળાને માતા પિતાથી આર્થિક મદદ મળવાની શક્યતા છે. દીવાળી પર કે દીવાળી બાદ તમે જમીન કે સંપત્તિની ખરીદી કરી શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 


મકર રાશિ
મકર રાશિવાળાને આ દરમિયાન જૂના સંપર્કોથી લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યનો મિજાજ પણ સારો થશે અને જીવનનો આનંદ તમે લઈ શકશો. વેપારમાં નફો થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)