Monthly Numerology November 2024 : નવેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ વાત પર અસમંજસની સ્થિતિ છે કે દિવાળી મનાવવાની વાસ્તવિક તારીખ શું છે. 31 ઓક્ટોબર અથવા તો 1 નવેમ્બર 2024. ચલો તારીખ કંઈ પણ હોય, પરંતુ એક વાત તો નક્કી છે કે આ દિવાળી અમુક ખાસ તારીખોમાં જન્મેલા લોકો માટે ખુબ જ શુભ રહેનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચમકી જશે કિસ્મત
દિવાળીના અવસરે જે ગ્રહ દશાઓ છે, તે અંક જ્યોતિષ અનુસાર અમુક મૂળાંકો માટે ખુબ જ ભાગ્યશાળી છે. આ જાતકોના જીવનમાં દિવાળીથી સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. ધન લાભ, કરિયરમાં પ્રગતિનો મોકો મળશે. આવો જાણીએ કે કયા લોકો માટે આ દિવાળી શુભ છે.


મૂળાંક 2
જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 2,11, 20 કે 29 તારીખે થયો છે, તેમનો મૂળાંક 2 છે. આ દિવાળી મૂળાંક 2ના જાતકોને લોટરી લાગી શકે છે. જે લોકો વિદેશમાં નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે, તે હકીકત બની શકે છે. આર્થિક લાભ થશે. બેરોજગારોને લાભ થશે. સંબંધો મજબૂત થશે. અવિવાહિતોના લગ્ન નક્કી થઈ શકે છે.


મૂળાંક 3
જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. મૂળાંક 3 વાળા માટે દિવાળી સારી રહી શકે છે. આ દીવાળી ઉત્સવનો પુરો આનંદ ઉઠાવશે. આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. વેપારી જાતકોને જોરદાર ધંધો થશે અને ખુબ નફો કમાશે. ઘરમાં પણ તમામ લોકો સાથે સારો તાલમેલ રહેશે.


મૂળાંક 6
જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે, તેનો મૂળાંક 6 થશે. મૂળાંક 6 વાળા માટે આ દિવાળી બંપર લાભ આપનારી છે. વેપાર- નોકરીમાં તમારી સફળતા નવી ઉંચાઈએ પહોંચશે. તમે ખુબ પૈસા કમાશો. તમારી ક્ષમતાઓ અને વ્યક્તિત્વનું આકર્ષણ વધશે. પ્રેમમાં ડૂબેલા રહેશો. સાથે અપરિણીતોના લગ્ન થઈ શકે છે.


મૂળાંક 7
જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 7, 16 કે 25 છે, જેનો મૂળાંક 7 હશે. આ લોકો માટે દિવાળી ખુબ જ શુભ છે. તે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશે. વ્યાવસાયિક જીવનમાં સફળતા મળશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. ઈચ્છિત જીવન સાથી મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)