Diwali Totke: દિવાળીનો તહેવાર 12 નવેમ્બર અને રવિવારે ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવેલા કેટલાક ઉપાયો ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. ઘરના રસોડામાં હાજર તમાલપત્રનો એક ટોટકો પણ તમને અમીર બનાવી શકે છે. દિવાળી પર તમાલપત્રનો ઉપાય ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 5 ગ્રહોના મહાગોચરથી બદલી જાશે આ લોકોનું ભાગ્ય, અચાનક ચારેતરફથી થશે ધનલાભ


દરેક ઈચ્છા પૂર્ણ થશે
 
દિવાળીના દિવસે તમાલપત્ર પર સિંદૂર લગાવો. હવે તેના પર તમારી ઈચ્છા લખો અને તેને તમારા ઘરના મંદિરમાં અર્પણ કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.


ઘરની શાંતિ માટે


જો ઘરમાં  વારંવાર ઝઘડા થતા હોય અને પતિ-પત્ની વચ્ચે પણ અણબનાવ રહેતો હોય તો દિવાળીના દિવસથી શરૂ કરીને સાત દિવસ સુધી દરરોજ સાંજે બે તમાલપત્ર ઘરમાં બાળવા. તેનાથી સંબંધોમાં મધુરતા આવશે અને સંબંધ વધુ મજબૂત બનશે.


આ પણ વાંચો: 500 વર્ષ પછી દિવાળી પર સર્જાયા 4 દુર્લભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી થશે ધન લાભ


ધન લાભ માટે


જે વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તેમણે દિવાળી પર પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને તમાલપત્ર અર્પણ કરવા અને પૂજા પછી તમાલપત્ર પર્સમાં રાખો. તેનાથી ધન લાભ થશે અને ધન તમારી પાસે ટકશે.
 
નકારાત્મકતા દૂર કરવા


જો તમારું કામ પૂરું થતાં-થતાં બગડી જાય છે તો 5 તમાલપત્ર લઈને તેના પર 5 કાળા મરી રાખી તેને બાળી દો. હવે તેના ધુમાડાને ઘરમાં ફેરવો. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે.


આ પણ વાંચો: Diwali 2023: દિવાળી પર કરો આ 6 ઉપાય, તમારા ઘરમાં થશે માતા લક્ષ્મીનું આગમન


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)