Laung ke Totke: જો કુંડળીમાં શનિ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ્યોતિષશાસ્ત્રમાં શનિ દોષને દૂર કરવા માટેના ઉપાય કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે એટલે કે 23 સપ્ટેમ્બર 2023 અને  શનિવારે કેટલાક શુભ યોગ બની રહ્યા છે, આવી સ્થિતિમાં આ ઉપાયો કરવાથી ખૂબ જ શુભ પરિણામ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે કરવામાં આવેલા આ ઉપાયોથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ દૂર થાય છે. સાથે જ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. જો તમને શનિ દોષ સંબંધિત કોઈ સમસ્યા છે તો આ ઉપાયો આવતી કાલે સંધ્યા સમયે કરવા. શનિવારે કરવામાં આવેલા લવિંગના ઉપાયો શનિ દોષને દૂર કરે છે અને આર્થિક સંકટમાંથી મુક્તિ અપાવે છે.  


લવિંગના ટોટકા


આ પણ વાંચો:


તમારા ઘરની બાલ્કનીમાં લગાવો આ છોડ, ઘરની સુંદરતા વધશે અને દુર થશે પૈસાની તંગી


મહાલક્ષ્મી વ્રત પર રચાયો શુભ સંયોગ, આ 4 રાશિઓ પર લક્ષ્મીજી વરસાવશે ખોબલે ખોબલે કૃપા


આ રાશિના લોકોના ઘરમાં આવશે અઢળક ધન, મંગળ અને કેતુની યુતિ કરાવશે મોટા મોટા ફાયદા


- જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો શનિવારે શનિ મંદિરમાં જઈને શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ તેલના દિવામાં એક લવિંગ પણ ઉમેરો. દર શનિવારે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ વધશે.  
  
- જો તમારા કાર્યોમાં વારંવાર અવરોધો આવી રહ્યા હોય અને તમને નોકરી અને વ્યવસાયમાં સમસ્યા થઈ રહી હોય તો દર શનિવારે રાત્રે ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ મૂકો. આ સિવાય થોડા દિવસો સુધી રાત્રે ઘરમાં લવિંગ અને કપૂર સળગાવવું.


- જો પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય વારંવાર ખરાબ રહેતું હોય  તો શનિવારે પીપળાના ઝાડ નીચે સરવસના તેલમાં દીવામાં 3 લવિંગ મુકીને સળગાવી દો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)