Friday Remedies: હિંદુ ધર્મ અનુસાર માતા લક્ષ્મી ધનના દેવી છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં ધન-સંપત્તિ વધે છે. શુક્રવારના દિવસે દરેક ઘરમાં માતા લક્ષ્મીની વિશેષ પૂજા પણ થતી હોય છે. આ સિવાય શુક્રવારના દિવસે કેટલીક અન્ય બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમે આ વાતનું ધ્યાન નથી રાખતા તો તમે લક્ષ્મીજીને નારાજ કરો છો અને તેના કારણે ઘરમાં પૂજા પાઠ કરવા છતાં પણ દરિદ્રતા છવાઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ નથી. જો શુક્રવારે તમે આ વસ્તુ ખરીદીને ઘરે લાવો છો તો તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરની સુખ-સમૃદ્ધિ છીનવાઇ જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ કે શુક્રવારના દિવસે કઈ વસ્તુ ખરીદવાનું ટાળવું.


શુક્રવારે ન ખરીદો આ વસ્તુ


આ પણ વાંચો:


શુક્રવારે કરી લો આમાંથી કોઈ એક કામ, રુઠેલા લક્ષ્મીજી રહેશે પ્રસન્ન, ધનનો થશે વરસાદ


17 ઓક્ટોબર સુધીનો સમય આ 3 રાશિના લોકો માટે ભયંકર, ડગલેને પગલે કરવો પડશે સંકટનો સામનો


આ 3 રાશિઓના લોકો માટે ડિસેમ્બર સુધીનો સમય વરદાન સમાન, ધાર્યું નહીં હોય એટલું મળશે ધન


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે પૈસાની લેતી દેતી કરવી નહીં. જો તમે આ દિવસે કોઈ પાસેથી ઉધાર રૂપિયા લો છો તો માતા લક્ષ્મી નારાજ થાય છે. આ દિવસે કોઈને રૂપિયા આપવા પણ નહીં. 


- શુક્રવારના દિવસે રસોઈનો કોઈ પણ સામાન પણ ખરીદવો નહીં. આ દિવસે પૂજા પાઠનો સામાન ખરીદવાની પણ મનાઈ હોય છે. 


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે જમીન કે સંપત્તિ સંબંધિત કોઈ કામ ન કરવું. આ કામ કરવાથી પણ નુકસાન સહન કરવું પડે છે.


- શુક્રવારના દિવસે ખાંડ પણ કોઈ પાસેથી લેવી કે ખરીદવી નહીં. સફેદ વસ્તુનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે જો તમે શુક્રવારના દિવસે ખાંડ ખરીદો છો તો તેનાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી થાય છે.


આ વસ્તુઓ સિવાય શુક્રવારના દિવસે સૌંદર્ય, સજાવટ, સંગીત અને કલાક્ષેત્ર સંબંધિત વસ્તુઓ ખરીદવી શુભ ગણાય છે. શુક્રવારે આવી વસ્તુઓ ઘરે લાવવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)