રવિવારે ન કરવા આ 5 કામ, કરનારના ઘરમાં વધે છે ગરીબી, છીનવાઈ જાય છે સુખ-શાંતિ
Astro Tips: જે વ્યક્તિ ઉપર સૂર્યદેવની કૃપા હોય તે હંમેશા નીરોગી રહે છે અને જીવનમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. સૂર્યદેવના આશીર્વાદ હોય તો જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેવામાં સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે લોકોએ રવિવારે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ.
Astro Tips: સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત માનવામાં આવ્યો છે. આવી જ રીતે રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્યદેવને સમર્પિત છે. માન્યતા છે કે જે વ્યક્તિ ઉપર સૂર્યદેવની કૃપા હોય તે હંમેશા નીરોગી રહે છે અને જીવનમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. સૂર્યદેવના આશીર્વાદ હોય તો જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેવામાં સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે લોકોએ રવિવારે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. રવિવારે આ કામ કરવાથી પરિવાર પર સંકટ આવે છે અને ઘરમાં દરીદ્રતા રહે છે.
આ પણ વાંચો:
Budh Gochar: આ તારીખથી 3 રાશિના લોકોના ઘરમાં થશે ધનનો વરસાદ, દિવસ રાત વધશે આવક
Ravivar Upay: રવિવારે ભુલ્યા વિના કરો આ 7 કામ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા
રાશિફળ 13 ઓગસ્ટ: આ રાશિના જાતકો પર રહેશે સૂર્યની કૃપાદ્રષ્ટિ, મળશે સફળતા વધશે કીર્તિ
1. જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે રવિવારના દિવસે માંસ અને મદીરાનું સેવન કરવું નહીં. સાથે જ શનિ સંબંધિત વસ્તુઓનું સેવન કરવાથી પણ બચવું જોઈએ.
2. રવિવારના દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા કરવાનું પણ વર્જિત માનવામાં આવ્યું છે. આ દિશામાં શૂલ હોય છે. તેવામાં આ દિશામાં રવિવારે યાત્રા કરવાથી વ્યક્તિ સાથે અનિષ્ટ થાય તેવી આશંકા રહે છે. જો યાત્રા કરવી ફરજિયાત હોય તો ઘરમાંથી ઘી અને દલીયા ખાઈને નીકળવું.
3. રવિવારના દિવસે કાળા, બ્લુ કે કથ્થઈ રંગના કપડા પહેરવા નહીં. આ રંગ કેવો છે જે નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે અને તેના કારણે ઘરમાં બીમારી અને ગરીબી આવે છે.
4. વિધવા નું કહેવું છે કે રવિવારના દિવસે ભોજન સૂર્યાસ્ત થાય તે પહેલા કરી લેવું જોઈએ. સાથે જ ભોજનમાં નમકનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.
5. શાસ્ત્રોમાં કહેવાયું છે કે રવિવારના દિવસે સૂર્ય સંબંધિત કોઈ પણ વસ્તુ વેંચવી જોઈએ નહીં. તેનાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. સાથે જ તાંબાથી બનેલી કોઈ વસ્તુ ઘરમાંથી રવિવારના દિવસે કાઢવી જોઈએ નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)