મંગળવારે ભુલથી પણ ન કરતાં આ 5 કામ, બજરંગ બલી થાય છે નારાજ અને ઘરમાં વધે છે સમસ્યાઓ
Astro Tips For Mangalwar: મંગળવારનો દિવસ ભગવાન હનુમાનની આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. હનુમાનજીને લાલ અને કેસરી રંગના કપડા પ્રિય છે તેથી મંગળવારના દિવસે લાલ અથવા કેસરી રંગના કપડા પહેરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ સાથે જ આજે તમને પાંચ એવા કાર્યો વિશે જણાવીએ જેને કરવાનું મંગળવારે ટાળવું જોઈએ.
Astro Tips For Mangalwar: જ્યોતિષશાસ્ત્રમાં સપ્તાહના દરેક દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સપ્તાહનો દરેક દિવસ અલગ અલગ દેવી-દેવતા ને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારનો દિવસ ભગવાન હનુમાનની આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. હનુમાનજીને લાલ અને કેસરી રંગના કપડા પ્રિય છે તેથી મંગળવારના દિવસે લાલ અથવા કેસરી રંગના કપડા પહેરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ સાથે જ આજે તમને પાંચ એવા કાર્યો વિશે જણાવીએ જેને કરવાનું મંગળવારે ટાળવું જોઈએ. આ કામ મંગળવારે કરવાથી હનુમાનજી ક્રોધિત થાય છે અને તેનું પરિણામ પરિવારના સભ્યોને ભોગવવું પડે છે. તો ચાલો તમને જણાવીએ કે મંગળવારે કયા કામ ન કરવા જોઈએ.
આ પણ વાંચો:
સપનામાં વારંવાર દેખાય છે અલગ અલગ રીતે સાપ તો થઈ જજો સતર્ક, જાણો શું છે તેનો અર્થ
બજરંગબલીને ચોલા ચઢાવતી વખતે આ 5 નિયમનું કરવું જોઈએ પાલન, જાણો સાચી રીત
હનુમાન ચાલીસાની આ 4 ચોપાઈ છે અત્યંત ચમત્કારી, જાપ કરવાથી તુરંત થાય છે અસર
ઉધાર આપવાથી બચો
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે કોઈપણ વ્યક્તિને રૂપિયા ઉતાર આપવાથી બચવું જોઈએ. મંગળવારે જે ઉધાર તમે આપો છો તે પૈસા ક્યારેય પરત આવતા નથી.
ન ખરીદવી લોઢાની વસ્તુ
મંગળવારના દિવસે ચાકુ, કાતર, લોઢાના સળિયા, સ્ટીલના વાસણ જેવી વસ્તુઓની ખરીદી પણ વર્જિત માનવામાં આવે છે. એટલું જ નહીં મંગળવારે નવું વાહન ખરીદવાની પણ મનાઈ કરવામાં આવી છે.
આ દિશામાં ન કરો યાત્રા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારે ઉત્તર અને પશ્ચિમ દિશાની યાત્રા નિષેધ માનવામાં આવે છે. આ દિશામાં મંગળવારે યાત્રા કરવાથી અનિષ્ટનું જોખમ વધે છે. જો યાત્રા કરવી જ પડે તેમ હોય તો ઘરેથી નીકળતા પહેલા ગોળ ખાઈ લેવો.
મીઠું ખાવાનું ટાળો
મંગળવારના દિવસે મીઠું ખાવાનું પણ વર્ચિત માનવામાં આવે છે. મંગળવારે મીઠા વિનાનું ભોજન કરવું ઉચિત ગણાય છે.
ક્રોધ કરવાથી બચો
ધાર્મિક વિદ્વાનો અનુસાર મંગળવારના દિવસે શાંત ચિત્તે રહેવું જોઈએ. આ દિવસે હનુમાનજીની આરાધના કરવી અને કોઈના પ્રત્યેક ક્રોધ કરવો નહીં. કોઈપણ વ્યક્તિ પ્રત્યે અપશબ્દો બોલવાથી પણ હાની થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)