Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ભારતીય સંસ્કૃતિમાં ભોજન કરવું એ એક પવિત્ર કાર્ય છે. ભોજનથી જ તન અને મનને ઉર્જા મળે છે. શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે તેથી જ વ્યક્તિ પોતાની જવાબદારીઓ નિભાવી શકે છે અને દૈનિક કાર્ય કરી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જો તમે જમીન પર બેસીને ભોજન કરો છો તો તે ઉત્તમ છે. પરંતુ જમીન પર બેસીને ભોજન કરતી વખતે એક ભૂલ કરો છો તો તેનાથી જીવન બરબાદ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે જમીન પર બેસીને ભોજન કરવામાં આવે ત્યારે જોતા કે ચપ્પલ પહેરી રાખવા નહીં. જુતા ચપ્પલ પહેરીને ભોજન કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ધન અને સ્વાસ્થ્ય બંનેને નુકસાન થાય છે. આ સિવાય જૂતા ચપ્પલમાં જે બેક્ટેરિયા અને ધૂળ હોય છે તે ભોજનમાં ભળી જાય છે અને તેના કારણે ભોજન પણ દૂષિત થાય છે જે ભોજન તમને બીમાર બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જગ્યા ઉપર ન પહેરવા જૂતા ચપ્પલ


આ પણ વાંચો: Shakun shastra:દૂધ ઉભરાવું અને ઢોળાવું અપશુકન, અશુભ પરિણામથી બચવા તુરંત કરવો આ ઉપાય


વાસ્તુશાસ્ત્રમાં ભોજન કરવા ઉપરાંત એવી કેટલીક જગ્યાઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે જ્યાં ક્યારેય જૂતા ચપ્પલ પહેરવા જોઈએ નહીં. જો તમે આ જગ્યા ઉપર જૂતા ચપ્પલ પહેરીને જાઓ છો તો પાપના ભાગીદાર બનો છો. 


નદી


ભારતીય સંસ્કૃતિમાં નદીને જીવનદાયની માનવામાં આવી છે. જ્યારે તમે નદીમાં પ્રવેશ કરો છો ત્યારે જૂતા ચપ્પલ ઉતારી દેવા જોઈએ તેનાથી પાણી દૂષિત થાય છે અને તમને પાપ પણ લાગે છે.


આ પણ વાંચો: લગ્નજીવનને મધુર બનાવવું હોય તો સિંદુર, બંગડી અને બિંદી સંબંધિત આ વાતનું રાખવું ધ્યાન


ભંડાર ગૃહ


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જે જગ્યાએ અનાજ રાખતા હોય એટલે કે ભંડાર ગૃહમાં પણ જૂતા ચપ્પલ પહેરવાની મનાઈ હોય છે. આમ કરવાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે અને સ્વાસ્થ્ય તેમજ ધન ધાન્યની હાની થાય છે.


દેવસ્થાન


કોઈપણ મંદિર કે અન્ય દેવસ્થાન પર જૂતા ચપ્પલ પહેરીને પ્રવેશ કરવો જોઈએ નહીં. આમ કરવાથી દેવી-દેવતાઓનું અપમાન થાય છે અને તમારા જીવનમાં કષ્ટ વધે છે.


આ પણ વાંચો: ગુરુવારે કરેલા આ ઉપાય ચુંબકની જેમ ખેંચે છે રુપિયાને, તિજોરી રહેશે રુપિયાથી છલોછલ


તિજોરી સામે


વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે તિજોરી કે કબાટ સહિતની એવી જગ્યાઓ જ્યાં તમે પૈસા રાખતા હોય ત્યાં ભૂલથી પણ જૂતા ચપ્પલ પહેરીને જવું નહીં. આવી જગ્યા પર માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ચપ્પલ પહેરીને જવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે.


રસોડું


ઘરમાં પૂજા સ્થળ પછી રસોડું સૌથી પવિત્ર જગ્યા હોય છે. રસોડામાંથી જ વ્યક્તિને ભોજન મળે છે તેથી આ પવિત્ર જગ્યા પર જુતા ચપ્પલ પહેરીને જવું જોઈએ નહીં.


આ પણ વાંચો: ધન, વૈભવ અને પ્રેમનો કારક શુક્ર 3 રાશિ પર મહેરબાન, 2024 માં આ રાશિઓ થશે માલામાલ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)