Money Plant: વાસ્તુશાસ્ત્રમાં ઝાડ અને કેટલાક છોડનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કેટલાક છોડ અને વૃક્ષને જો ઘરમાં યોગ્ય દિશામાં વાવવામાં આવે તો તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કેટલાક છોડ એવા છે જેના ઘરમાં રાખવાથી ઘરમાં ઘનનું આગમન થવા લાગે છે. ઘરમાં ધન અને સૌભાગ્ય વધારવા માટે મોટાભાગના લોકો મની પ્લાન્ટ લગાડે છે. પરંતુ મની પ્લાન્ટ લગાડતી વખતે જો ભૂલ કરી દેવામાં આવે તો તેનાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મક અસર પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Vastu Upay: લાખ પ્રયત્ન કરો પણ ઘરમાં ન ટકતો હોય રૂપિયો તો એકવાર ટ્રાય કરો આ ઉપાય


તમે જોયું હશે કે ઘણા લોકોના ઘરમાં મની પ્લાન્ટ તો હોય છે પરંતુ તેમ છતાં ઘરમાં સમૃદ્ધિ હોતી નથી. તેનું કારણ હોય છે કે મની પ્લાન્ટ લગાડતી વખતે કેટલાક નિયમોનું પાલન થતું નથી. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ માટેના કેટલાક નિયમો જણાવ્યા છે જો આ નિયમોને ધ્યાનમાં લેવામાં ન આવે તો વ્યક્તિને ફાયદાને બદલે નુકસાન થવા લાગે છે. મની પ્લાન્ટ ને કઈ દિશામાં રાખો છો અને કયા છોડની સાથે રાખો છો તેનું પણ મહત્વ છે. તો ચાલો તમને જણાવીએ મની પ્લાન્ટ સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે.


આ પણ વાંચો: બુધ અને શુક્રની યુતિથી સર્જાશે લક્ષ્મીનારાયણ યોગ, 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો


કઈ દિશામાં રાખવો મની પ્લાન્ટ


વાસ્તુશાસ્ત્રમાં દિશાનું વિશેષ મહત્વ છે કોઈપણ વસ્તુને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો જ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે આવી રીતે મની પ્લાન્ટને પણ યોગ્ય દિશામાં રાખવામાં આવે તો જ શુભ ફળ મળે છે. મની પ્લાન્ટને દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવાથી શુભ ફળ મળે છે. તેથી ઘરમાં હંમેશા મની પ્લાન્ટને દક્ષિણ પૂર્વ દિશામાં જ લગાડવો જોઈએ. સૌથી ખાસ વાત કે મની પ્લાન્ટને ઘરની બહાર ભૂલથી પણ ન મૂકો. 


આ પણ વાંચો: 1000 વર્ષ પછી 3 ગ્રહોનો સર્જાયો દુર્લભ સંયોગ, 2024 માં 3 રાશિઓને અચાનક થશે ધનલાભ


આ દિશામાં ન રાખો મની પ્લાન્ટ


જો મમની પ્લાન્ટને યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉત્તર પૂર્વ ખૂણો અને પૂર્વ દિશા શુભ છે પરંતુ મની પ્લાન્ટ અહીં રાખવાથી અશુભ પરિણામ મળે છે. જો તમે ઈશાન ખૂણામાં મની પ્લાન્ટ રાખો છો તો તેનાથી ધનહાનીનો સામનો કરવો પડે છે.


આ પણ વાંચો: નવા વર્ષની શરૂઆતથી રોજ આ કામ કરવાનો બનાવી લો નિયમ, દિવસ રાત વધતું રહેશે બેંક બેલેન્સ


ગિફ્ટ ન કરો મની પ્લાન્ટ


વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ક્યારેય કોઈ વ્યક્તિને ગિફ્ટ માં આપવો નહીં. આ છોડ હંમેશા પોતાની મહેનતની કમાણીથી જ ખરીદવો જોઈએ. આ સિવાય ઘરમાં છે મની પ્લાન્ટ હોય તે બીજા કોઈને આપવો જોઈએ નહીં તેનાથી ઘરમાં થતી અટકી જાય છે.


આ પણ વાંચો: Mangal Gochar 2023: મંગળ ગ્રહ ધન રાશિમાં કરશે પ્રવેશ, 3 રાશિના લોકોની થશે કાયાપલટ


મની પ્લાન્ટ પાસે ન રાખો આ છોડ


મની પ્લાન્ટ પાસે કેટલાક છોડ ભૂલથી પણ ન રાખવા તેના કારણે ધનહાની થાય છે. મની પ્લાન્ટ શુક્રનો કારક છે. તેથી તેની પાસે સૂર્ય, મંગળ, ચંદ્રના કારક હોય તેવા છોડ રાખવા નહીં. એટલે કે મની પ્લાન્ટ ની પાસે અર્ક, પલાશ, ખેર જેવા છોડ વાવવા નહીં.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)