Roti Making Mistakes: હિંદૂ ધર્મમાં રસોડાને લઈને કેટલાક નિયમો બનાવેલા છે. રસોડામાં માં લક્ષ્મીનો વાસ હોય છે. જો વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે તો માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-ધાન્યની ખામી સર્જાતી નથી. રસોડામાં જો કેટલીક ભુલ કરવામાં આવે તો આર્થિક સંકટોનો સામનો પણ કરવો પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 2025 માં ચાંદીના પાયે ચાલશે શનિ, 3 રાશિને થશે બંપર લાભ, આ તારીખથી પલટી મારશે ભાગ્ય


ખાસ તો રોટલી બનાવતી વખતે કરેલી ભુલ આર્થિક સમસ્યા વધારી શકે છે. રોટલી બનાવતી વખતે કરેલી આ ભુલ જીવનમાં આર્થિક સંકટ વધારી શકે છે. આ ભુલથી માતા લક્ષ્મી નારાજ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં રસોડામાં રોજ વપરાતા વેલણ અને પાટલીને મહત્વ આપવામાં આવ્યું છે. તેથી જ તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 


રોટલી વણતી વખતે પાટલીનો અવાજ


આ પણ વાંચો: Weekly Horoscope: કર્ક અને મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું ભાગ્યશાળી


ઘણીવાર ઉતાવળમાં રોટલી કરતી વખતે પાટલીનો અવાજ આવવા લાગે છે. ઘણીવાર પાટલી બરાબર ન હોવાના કારણે પણ અવાજ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોટલી વણતી વખતે પાટલીનો અવાજ આવવો અશુભ છે. જો રોટલી વણતી વખતે વેલણ અને પાટલી સતત અવાજ કરે તો ધન હાનિનો સંકેત હોય છે. તેથી રોટલી બનાવતી વખતે પાટલી નીચે હંમેશા કપડું રાખો જેથી અવાજ ન આવે. 


આ પણ વાંચો: રાશિચક્રની કઈ કઈ રાશિઓ પર હંમેશા રહે છે મહાલક્ષ્મીની કૃપા ? ચેક કરી લો તમારી રાશિ


સામાન્ય રીતે રોટલી માટેની પાટલી બ્રાઉન કે સફેદ રંગની હોય છે. પરંતુ કેટલાક લોકો ફેન્સી પાટલીનો ઉપયોગ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં કાળા રંગનો પાટલો અને વેલણ વાપરવા નહીં. કાળા રંગના પાટલી અને વેલણથી શનિ દોષ લાગે છે અને દુર્ભાગ્ય વધે છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)