Negative Effects of Rahu: દરેકનું સપનું હોય છે કે તેને એક સારો જીવનસાથી મળે. સાસરામાં માન સન્માન મળે અને લોકો તેને પ્રેમ કરે. પરંતુ ગ્રહોની ચાલ ક્યારે બદલાઈ જાય તે કહી શકાય નહીં. આવામાં સતર્ક રહેવું જરૂરી છે. લગ્નમાં માતા પિતા દીકરીને કરિયાવર આપે છે. પરંતુ પુરુષોએ લગ્ન બાદ કેટલીક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ સાસરિયા પક્ષનો કારક હોય છે. આવામાં સાસરિયા સાથે બગાડવું યોગ્ય નથી. જો કોઈની કુંડળીમાં રાહુ ખરાબ હોય તો તેણે ખુબ જ સાવધાની વર્તવાની જરૂર છે. કેટલીક ચીજો એવી છે જે તમારે ક્યારેય સાસરામાંથી ભેટ તરીકે લેવી જોઈએ નહીં. ખાસ જાણો આ વસ્તુઓ વિશે...


સ્ટીલના વાસણ
તમને આ જાણીને નવાઈ લાગશે પરંતુ ક્યારેય સાસરિયેથી સ્ટીલના વાસણ લેવા જોઈએ નહીં. લગ્નોમાં યુવતીઓને આવા વાસણ મળતા હોય છે પરંતુ રાહુ નબળો હોય તો આવા વાસણ ન લેવા એ જ ભલાઈ છે. રાહુના કારણે તમારા જીવનમાં ઉથલપાથલ મચી શકે છે. 


સ્ટવ
અનેક લોકો ગેસ સ્ટવ પણ દુલ્હનને આપે છે. આવામાં પુરુષોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સાસરિયામાંથી ભૂલેચૂકે સ્ટવ ન લેવો. એવું માનવામાં આવે છે કે સ્ટવ આપીને પુત્રીને એ વાતનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે તે નવા ઘરમાં જતા જ પોતાનું રસોડું અલગ કરી લે.


ખેડૂતો માટે ખુશખબર, આવકમાં થશે બંપર વધારો!, કેન્દ્ર સરકારની એકથી એક ચડિયાતી યોજના


કંઝાવલા કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો, સ્કૂટી પર એક નહીં બે યુવતી, જુઓ Video


આ રાશિના જાતકો માટે આ સપ્તાહમાં બન્યો છે આર્થિક ઉન્નતિનો શુભ સંયોગ, મળશે અપાર વૈભવ 


લાકડી
જી હા. લાકડી પણ સાસરેથી લઈને જવી એ રાહુને નારાજ કરી શકે છે. આથી જો સાસરી પક્ષ સાથે સંબંધ બગાડવા ન માંગતા હોવ કે પછી અપમાનિત થવા ન ઈચ્છતા હોવ તો આ ચીજ પણ ક્યારેય સાસરેથી લાવવી નહીં. 


અત્રે જણાવવાનું કે રાહુ અને કેતુ બંને જ પાપ ગ્રહોમાં સામેલ છે. તે જ્યારે અશુભ હોય છે ત્યારે માનસિક પીડા આપે છે. માણસે કારણ વગર અપમાનિત  થવું પડે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો યુવતીની કુંડળીમાં રાહુ અને કેતુની અશુભ સ્થિતિ હોય તો વિવાહ બાદ તેનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે. 


શું છે ઉપાય
રાહુને શાંત કરવા માટે ભગવાન શિવની પૂજા અર્ચના કરો. માથે ચંદનનું તિલક લગાવો અને ઘરમાં ચાંદીનો હાથી રાખો. જ્યારે કેતુ માટે ગાય કે કાબરચીતરા કૂતરાને રોટલી ખવડાવો અને ભગવાન ગણેશની પૂજા કરો. 


જુઓ લાઈવ ટીવી



(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)