Holika Dahan 2023: હોળીનો તહેવાર ગણતરીના દિવસમાં ઉજવવામાં આવશે. હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે જેને અસત્ય પર સત્યની જીતના પ્રતિક તરીકે પ્રગટાવવામાં આવે છે. ત્યાર પછી બીજા દિવસે લોકો એકબીજાને રંગોથી રંગીને ધુળેટી ઉજવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે 7 માર્ચે હોળીકા દહન થશે. શાસ્ત્રોમાં હોળીકા દહન થવાનું હોય તે દિવસને લઈને કેટલાક નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. હોલિકા દહન કરવાનું હોય તે દિવસે એવા પાંચ કામ છે જેને કરવા જોઈએ નહીં. આ કામ કરવાથી જીવન પર પસ્તાવો રહી જાય છે અને દુર્ભાગ્ય સાથ નથી છોડતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


હોલિકા દહનની રાખના આ ટોટકા દૂર કરશે દુર્ભાગ્ય, માતા લક્ષ્મીનો ઘરમાં થશે વાસ


ઘરમાં ગરીબી અને ક્લેશ વધારે છે આ વસ્તુઓ, હોળી પહેલા ફેંકી દો આ 4 વસ્તુને ઘરની બહાર


આ લોકોએ ભૂલથી પણ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ, કરે તો થાય છે બરબાદી


કાળા કે પીળા રંગના કપડા પહેરવાનું ટાળો


જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહન કરવાનું હોય તે દિવસે કાળા અથવા તો પીળા રંગના કપડા પહેરવાથી બચવું જોઈએ. માનવામાં આવે છે કે આ બંને રંગ નકારાત્મક ઊર્જાને ઝડપથી આકર્ષિત કરે છે. તેથી કે હોલિકા દહનના દિવસે આ રંગનો ઉપયોગ કરવો નહીં. 


પૈસા ઉધાર ન આપો


હોલિકા દહનના દિવસે પોતાના નજીકના વ્યક્તિને પણ કીમતી વસ્તુ કે પૈસા ઉધાર આપવા નહીં. કહેવાય છે કે આ દિવસે તમે પૈસા બીજા કોઈને આપો છો તો તમારા ઘરમાં આર્થિક તંગી શરૂ થઈ જાય છે. 


રસ્તા પર પડેલી વસ્તુને સ્પર્શ ન કરો


હોલિકા દહનના દિવસે રસ્તા પર પડેલી વસ્તુને અડવી કે લેવી જોઈએ નહીં. હોલિકા દહનના દિવસે લોકો ટોના ટોટકા કરતા હોય છે. તેવામાં અજાણી વસ્તુને સ્પર્શ કરવાથી તેનો ખરાબ પ્રભાવ તમારા પર પણ પડી શકે છે.  


આ પણ વાંચો:


હોળી પહેલા ઘરે લાવો આ 4 માંથી કોઈ એક વસ્તુ, ઘરમાં રહેશે બરકત અને દરેક કાર્ય થશે સફળ


Holi 2023: હોળી પર કરો આ વસ્તુઓનું દાન, ધનથી ભરેલી રહેશે તિજોરી


વાળ ખુલ્લા ન રાખો


હોલિકા દહનના દિવસે ખાસ કરીને મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા છોડવા નહીં. વાળમાં તેલ લગાડીને તેને બાંધી લેવા જોઈએ. 


અજાણ્યા લોકો પાસેથી ખાવાની કે પીવાની વસ્તુ ન લેવી


હોલિકા દહન ના દિવસે કોઈ અજાણી વ્યક્તિ તમને ખાવા માટે કોઈ વસ્તુ કે પીવા માટે પાણી આપે તો તેને ગ્રહણ ન કરવું. આમ કરવાથી તમારું દુર્ભાગ્ય તમારો સાથ નહીં છોડે.