Pitru Paksha 2023: પિતૃ પક્ષના આ નિયમોનું ન કરવું ઉલ્લંઘન, કરવાથી જીવનમાં થશે ઊથલપાથલ
Pitru Paksha 2023: પિતૃ પક્ષ દરમિયાન ઘણા એવા કામ છે જે ન કરવા જોઈએ. આ કામ કરવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે. અને તેના કારણે જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ નિયમોનું પાલન અચૂક કરવું.
Pitru Paksha 2023: પિતૃ પક્ષ શરૂ થઈ ગયો છે અને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ દિવસો દરમિયાન લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરે છે. પિતૃ પક્ષ દરમિયાન ઘણા એવા કામ છે જે ન કરવા જોઈએ. આ કામ કરવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે. અને તેના કારણે જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ નિયમોનું પાલન અચૂક કરવું.
તામસિક ખોરાક
પિતૃપક્ષ દરમિયાન ચોખા, માંસ, લસણ, ડુંગળી જેવી તામસી વસ્તુઓ ખાવાનું ટાળો. આ સમય દરમિયાન રીંગણાનું શાક પણ ન ખાવું જોઈએ. આ દિવસો દરમિયાન સાત્વિક આહાર લેવો. આ સિવાય શ્રાદ્ધમાં અડદ, ચણા, કાળું જીરું, કાળું મીઠું, સરસવ કે વાસી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ ન કરવો.
આ પણ વાંચો:
પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદથી બનશો કરોડપતિ
આગામી 15 દિવસ આ 5 રાશિઓ માટે હશે લાભકારી, પિતૃઓની કૃપાથી દરેક ઈચ્છા થશે પુરી
નવેમ્બરમાં આ 2 ગ્રહોની યુતિના કારણે 4 રાશિના લોકો થશે માલામાલ, ચારેતરફથી મળશે ધન
ગંદા કપડાં
જે વ્યક્તિએ પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાનું હોય છે. તેણે પોતાના વાળ, દાઢી કે નખ કાપવા ન જોઈએ. આ સમય દરમિયાન વ્યક્તિએ ધોયા વગરના અને ગંદા કપડા પહેરવાનું ટાળવું જોઈએ.
વ્યસન છોડવું
પિતૃપક્ષ દરમિયાન તમાકુ, સિગારેટ, દારૂ, ગુટકાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનું વ્યસન શુભ પરિણામ આપતું નથી.
વારંવાર ભોજન ન કરવું
શ્રાદ્ધના દિવસે વારંવાર ભોજન કરવાનું ટાળવું જોઈએ. આમ કરવું સારું માનવામાં આવતું નથી. તેના કારણે પિતૃઓ નારાજ થાય છે.
નવી વસ્તુઓની ખરીદી
પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની નવી વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસો દરમિયાન નવા કપડાં ખરીદવા નહીં કે પહેરવા પણ નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)