Parama Ekadashi 2023: અધિકમાસનો દરેક દિવસ ખાસ હોય છે. પરંતુ સૌથી વધારે મહત્વ આ મહિનામાં આવતી એકાદશીનું હોય છે. આ એકાદશીને પરમા એકાદશી કહેવાય છે. આ વર્ષે પરમા એકાદશીનું વ્રત 12 ઓગસ્ટ અને શનિવારે રાખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકમાસની પરમા એકાદશીનું વ્રત આર્થિક સંકટને દુર કરનાર માનવામાં આવે છે. આ વ્રત કરવાથી વ્યક્તિના જીવનના દરેક દુ:ખ અને પીડા દુર થાય છે. પરમા એકાદશીનું વ્રત સિદ્ધિઓ આપનાર વ્રત છે. આ દિવસ એટલો પ્રભાવશાળી છે કે આ દિવસે જો કોઈ કારણસર તમે વ્રત ન રાખી શકો અને ફક્ત તમે એકાદશીની કથા સાંભળો છો તો પણ દરિદ્રતા દુર થાય છે.


આ પણ વાંચો:


Budh Vakri: આ 3 રાશિના લોકોના જીવનમાં હાહાકાર મચાવશે વક્રી બુધ, આપશે અશુભ પરિણામ


Rajyog 2023: 8 દિવસની અંદર આ રાશિના લોકોને ફળશે રાજભંગ રાજયોગ અને અચાનક થશે ધન લાભ


બુધવારે કરી લો ભગવાન ગણેશના આ 5 ઉપાય, ખુલશે ભાગ્યના બંધ દ્વાર, ઘરમાં વધશે ધન-ધાન્ય


ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એકાદશીનું વ્રત કરનારને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વ્યક્તિના બધા જ પાપોનો નાશ થાય છે અને જીવન પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન કુબેરે પણ આ એકાદશીનું વ્રત રાખ્યું હતું તેનાથી પ્રસન્ન થઈ ભોળાનાથે તેમને ધન-ધાન્યના દેવનું પદ આપ્યું હતું. આ વ્રતના ફળ સ્વરુપ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજ્ય પરત પ્રાપ્ત થયું હતું. 


જે લોકો આ દિવસ વ્રત રાખે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ વર્ષે પરમા એકાદશી 12 ઓગસ્ટ 2023 અને શનિવારે ઉજવાશે. આ દિવસે સૂર્યોદય પહેલા જાગી સ્નાન કરી અને વ્રત કરવાનો સંકલ્પ લેવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરી આખો દિવસ ઉપવાસ કરી ભગવાનનું ભજન કરવું. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)