Chaturmas Upay: સનાતન ધર્મમાં ચાતુર્માસની ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. ચતુર્માસ ની શરૂઆત દેવ સહયોની એકાદશી થી થાય છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે યોગ નિંદ્રામાં જાય છે. આ વર્ષે 29 જૂનથી ચાતુર્માસ શરૂ થયો છે અને તેનું સમાપન 23 નવેમ્બર 2023 એ દેવ ઉઠી એકાદશી સાથે થશે. આ સમય દરમિયાન તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. જોકે આ સમય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ સમય હોય છે તેથી આ સમય દરમિયાન કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ છીએ અને ચાતુર્માસ દરમિયાન કરવાથી તમારું ભાગ્ય બદલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ચાતુર્માસમાં કરવાના ઉપાય


આ પણ વાંચો:


Dhan Labh: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ ઘરમાં વધશે રૂપિયા


Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો


Weekly Horoscope: મેષ અને વૃષભ સહિત આ રાશિઓ માટે સપ્તાહ છે શુભ, રૂપિયાની થશે ધોમ આવક


માતા લક્ષ્મની રોજ કરો પૂજા


શાસ્ત્રો અનુસાર ચાતુર્માસ દરમ્યાન ભગવાન વિષ્ણુના મંત્ર "ઓમ નમો ભગવતે વાસુદેવાય"નો નિયમિત જાપ કરવો જોઈએ. આ સિવાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી પણ શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. ચાતુર્માસ દરમિયાન નિયમિત માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ સાથે જ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ચાંદીના વાસણમાં હળદર ભરીને દાન કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાય છે.



પિતૃઓ માટે તર્પણ


ચાતુર્માસ દરમિયાન પિતૃઓ માટે વિધિ વિધાનથી તર્પણ અને પિંડદાનની વિધિ કરવી જોઈએ. આમ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને જાતકને પિતૃ દોષથી છુટકારો મળે છે તેના અટકેલા કામ પૂરા થાય છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે.



ભગવાન શિવનો કરો અભિષેક


ચાતુર્માસ દરમિયાન શિવજીનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ તેનાથી જીવનમાં આવેલા બધા જ સંકટથી મુક્તિ મળે છે અને સુખ પ્રાપ્ત થાય છે.



પીપળાની કરો પૂજા


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચાતુર્માસ દરમિયાન રોજ પીપળાના ઝાડની પૂજા કરી તેની પરિક્રમા કરવી જોઈએ આમ કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને પિતૃઓ પણ તૃપ્ત થાય છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)