Budhwar Upay: હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. કારણ કે તે તમામ દેવી-દેવતામાં પ્રથમ પૂજ્ય છે. ઘર પરિવારમાં કોઈ પણ માંગલિક કાર્ય કે શુભ કાર્ય ની શરૂઆત થાય તે પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી તેમની પૂજા અને આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જો તમારા કામ પૂર્ણ થતા ન હોય અને કોઈને કોઈ બાધા આવતી હોય તો બુધવારે કેટલાક વિશેષ ઉપાય કરી લેવા જોઈએ તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને કાર્યમાં સફળતા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે કરવાના ઉપાય


આ પણ વાંચો:


દુર્ભાગ્ય લાવે છે અને ધન હાનિ કરાવે છે બેડરુમમાં રાખેલી આ વસ્તુઓ, તુરંત કરજો દુર


 


શુક્ર ગ્રહનો કર્ક રાશિમાં પ્રવેશ, 23 દિવસમાં આ 3 રાશિના લોકોને શુક્ર કરશે માલામાલ


Rajyog: ઓગસ્ટ મહિનાના સર્જાશે બે રાજયોગ, 3 રાશિના લોકો આ મહિનામાં બનશે કરોડપતિ


1. બુધવારે સૂર્યોદય પહેલા બે મુઠ્ઠી મગ લઇ પોતાની ઉપરથી ઉતારી આ મગને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી પરિવારની આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે. 


2. બુધવારના દિવસે ભગવાન ગણેશના મંદિરમાં જઈને ગોળના લાડુ અથવા તો મોદક નો ભોગ અર્પણ કરો. આમ કરવાથી ધન, ધાન્ય થી ઘર ભરેલું રહે છે.


3. બુધવારના દિવસે ભગવાન ગણેશની આરાધના કરીને કોઈ કિન્નરને થોડું ધનદાન કરવું. ત્યાર પછી તેમના આશીર્વાદ તરીકે થોડા રૂપિયા પરત લઈને તેને પૂજાના સ્થાન પર રાખી દો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.


4. બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જઈને તેમને લાડુ અને દુર્વા ચઢાવો. આમ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે.


5. અટકેલા કામ પૂર્ણ થાય તે માટે બુધવારે ભગવાન ગણેશને સિંદૂર લગાવો અને પછી તેમના ચરણોમાંથી સિંદૂર લઈને પોતાના માથા પર તિલક કરો ત્યાર પછી જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)