Guruwar Ke Upay: સનાતન ધર્મમાં અઠવાડિયાના સાતેય દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત કરવામાં આવ્યા છે. તેવી રીતે ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બ્રહસ્પતિને સમર્પિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ત્રણેય લોકના સંચાલક છે. જે વ્યક્તિ ઉપર ભગવાન વિષ્ણુની કૃપાદ્રષ્ટિ હોય તેના જીવનમાં કોઈ ખામી રહેતી નથી. સાથે જ તે વ્યક્તિ જીવન મૃત્યુના ફેરામાંથી મુક્ત થઈ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવી જ રીતે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ જે વ્યક્તિના જીવન પર હોય તે સમાજમાં યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે અને જીવન સુખ સમૃદ્ધિ સાથે જીવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ગુરૂવારના દિવસે વ્રત રાખીને હળદરના કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. તો ચાલો તમને જણાવીએ સફળતા પ્રાપ્ત કરવા માટે હળદરના કયા વિશેષ ઉપાય કરવા જોઈએ. 


ગુરુવારે કરવાના હળદરના ઉપાય


આ પણ વાંચો:


Astro Tips: જાણો કયા ઝાડની પૂજા કરવાથી કઈ મનોકામના થાય છે પુરી ?


Kesar ke Totke: ભાગ્યના બંધ દરવાજા ખોલવા હોય તો ગુરુવારે કરો કેસરના આ અચૂક ઉપાય


24 જૂને સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે બુધ, 14 દિવસ 5 રાશિઓના ઘરમાં થશે ધનના ઢગલા


હળદરની ગાંઠની માળા


ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુરુવારે હળદરને ગાંઠથી બનેલી માળા ગંગાજળ છાંટીને ધારણ કરવી જોઈએ. માળાને ધારણ કરતા પહેલા તેને થોડીવાર ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખી દો. આ માળા ધારણ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને જીવનના કષ્ટ દુર થાય છે.
 


આ વસ્તુઓનું કરો દાન


ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ ખૂબ જ પ્રિય છે. તેથી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુવારે હળદર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.
 


કારકિર્દીમાં સફળતા માટે


ગુરૂવારના દિવસે જો કોઈ મહત્વના કામ માટે ઘરેથી બહાર નીકળો તો ભગવાન ગણેશને હળદરનું તિલક કરવું. ત્યાર પછી તે તિલક થી પોતાના માથા પર ચાંદલો કરવો. આમ કરવાથી કાર્યમાં સફળતા મળે છે.
 


ઉધારના ચક્રમાંથી બહાર આવવા


ઉધાર ચક્ર માંથી બહાર આવવા માટે ગુરૂવારના દિવસે થોડા ચોખા લઈ તેને હળદરમાં રંગી લેવા. ત્યાર પછી એક લાલ કપડામાં તે ચોખાને રાખી ગાંઠ બાંધી લેવી. હવે આ પોટલી ને પોતાની સાથે રાખવી. આ ઉપાયથી અટકેલું ધન પરત મળે છે અને ધન લાભના યોગ સર્જાય છે. 
 


આર્થિક તંગી દૂર કરવા


પરિવારની આર્થિક તંગીને દૂર કરવા માટે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિદેવની પૂજા કરવી. સાથે જ કેળાના ઝાડમાં જળ અર્પણ કરવું. આમ કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે.
 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)