Surya Grahan 2023: વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સૂર્યગ્રહણને ખગોળીય ઘટના માનવામાં આવે છે.  જો આપણે વૈદિક જ્યોતિષની વાત કરીએ તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણની માનવ જીવન પર વ્યાપક અસર પડે છે. આ વર્ષે બે સૂર્યગ્રહણ છે, જેમાંથી એક થઈ ચૂક્યું છે, જ્યારે વર્ષનું બીજુ અને છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


4 ઓગસ્ટે શુક્ર થશે અસ્ત અને ખુલી જશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, મળશે ધન અને પદ


Zodiac Signs: આ રાશિના લોકો હોય છે એક નંબરના ખોટા બોલા, સરળતાથી બનાવે લોકોને ઉલ્લૂ


ઓગસ્ટમાં મંગળ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિને થશે બંપર લાભ, ધનથી ભરાઈ જશે તિજોરી


14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ રાત્રે 8.34 કલાકે શરૂ થશે અને બપોરે 2.25 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગ્રહણનો સૂતક સમયગાળો 12 કલાક પહેલા શરૂ થશે. જે 14 ઓક્ટોબરના રોજ સવારે 8.34 કલાકે શરૂ થશે અને સૂર્યગ્રહણના સમાપન સાથે સમાપ્ત થશે.


સ્નાન : નોકરીમાં પ્રગતિ માટે સૂર્યગ્રહણ પછી સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યદેવનું ધ્યાન કર્યા પછી ઘઉં, ગોળ, લાલ વસ્ત્ર, તાંબુ વગેરેનું દાન કરો.


સૂર્યદેવની પૂજા : સૂર્યગ્રહણ બાદ સૂર્યદેવની પૂજા અને તેમના મંત્રોના જાપ કરવાથી કરિયરમાં પ્રગતિ થાય છે. આ સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કરી શકાય છે.


સૂર્ય ચાલીસા : સૂર્યગ્રહણની સમાપ્તિ પછી શ્રી સૂર્ય અષ્ટકમનો પાઠ કરો. તેનાથી રોગો અને ગ્રહ દોષોથી મુક્તિ મળે છે. સૂર્ય ચાલીસાના પાઠ કરવાથી ભાગ્યના દ્વાર પણ ખુલે છે.


દાન : સૂર્ય દોષને મજબૂત કરવા માટે ગ્રહણ પછી ઘઉં, લાલ ચંદન, ગોળ, લાલ ફૂલ વગેરેનું દાન કરો.


સૂર્ય દોષ : સૂર્યગ્રહણ પછી, તેજફળ, આક અથવા મદાર, સૂર્યમુખીના છોડની વાવણી કરો. તેનાથી સૂર્ય દોષ દૂર થાય છે. 


(Discmailer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24 kalak તેની પુષ્ટિ કરતું નથી.)