Shravan Month Upay: હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે. શિવજીની પૂજા અને ભક્તિ કરવા માટે આ ઉત્તમ સમય ગણાય છે. શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો આ મહિના દરમિયાન સોમવારનું વ્રત કરતા હોય છે સાથે જ નિયમિત શિવજીનો જળાભિષેક પણ કરે છે. શિવજીનો જળાભિષેક કરતી વખતે ભક્તો અલગ અલગ વસ્તુ તેમને ચડાવતા હોય છે. આ વખતે શ્રાવણ મહિનો 4 જુલાઈ થી શરૂ થયો છે. તેવામાં શ્રાવણ મહિનામાં કરવાનો એક ચમત્કારિક ઉપાય આજે તમને જણાવીએ. શ્રાવણ મહિનામાં શિવજીના પ્રિય ધતુરા થી આ ઉપાય કરી લેશો તો શિવ કૃપા પ્રાપ્ત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનલાભ માટે


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનાના સોમવારે ધતુરાના મૂળનો ટુકડો તોડી તેને ઘરમાં લાવી તેની પૂજા કરીને મહાકાળીના બીજ મંત્રનો 108 વાર જાપ કરવો તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે. 


આ પણ વાંચો:


શક્તિશાળી છે આ શિવ મંત્ર, શ્રાવણ મહિનામાં નિયમિત જાપ કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી


 


7 જુલાઈથી આ 3 રાશિઓ માટે શુક્ર બનશે દુ:ખનું કારણ, ઘર-પરિવારમાં મચી જશે હાહાકાર


Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો


સંકટ દૂર કરવા


શ્રાવણ મહિનાના કોઈપણ દિવસે આશ્લેષણ નક્ષત્રમાં ધતુરાના મૂળનો ટુકડો તોડી અને ઘરમાં સ્થાપિત કરવો. સાથે જ તેની નિયમિત પૂજા કરવાથી ઘર પર આવેલા સંકટ ટળી જાય છે.


સંતાન માટે


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં ધતુરા નું ફળ શિવલિંગ પર અર્પણ કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે


જીવનમાં આવેલી સમસ્યાથી મુક્તિ માટે


શ્રાવણ મહિના દરમિયાન સોમવારના દિવસે જો કોઈ વ્યક્તિ ધતુરાનું મૂળ શિવજીને અર્પણ કરીને પોતાના ડાબા હાથ પર બાંધે તો તેના જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે.


નકારાત્મક ઉર્જા દૂર કરવા


શાસ્ત્રો અનુસાર ધતુરાને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી જ્યારે ધતુરા નું ફળ સુકાઈ જાય તો તેને બદલી નવું અને તાજું ફળ લગાડવું.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)