Shaniwar Totke: શનિવારે કરો અડદની દાળનો આ ઉપાય, શનિ દોષનું થશે નિવારણ, ગણતરીની કલાકોમાં થશે ચમત્કાર
Shaniwar Totke: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિને સૌથી વધુ કષ્ટ શનિ દોષના કારણે સહન કરવા પડે છે. શનિદેવનો ક્રોધ વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ આપે છે. આવી સ્થિતિમાં શનિવારે શનિદેવને શાંત કરવાના સરળ ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયોમાં અડદનો ઉપયોગ કરવાથી લાભ થાય છે.
Shaniwar Totke: શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. કહેવાય છે કે જે વ્યક્તિ ઉપર શનિદેવ પ્રસન્ન થઈ જાય તેના જીવનમાં સફળતા અને અઢળક ધન પ્રાપ્ત થાય છે. આ સાથે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાયો શનિવારે કરવાથી પણ સુખ સમૃદ્ધિ જીવનમાં વધે છે. આ ઉપાયો કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે અને શનિદેવ પ્રસન્ન થાય છે.
શનિદેવને પ્રસન્ન કરવાના અને શનિદોષથી મુક્તિ મેળવવાના જ્યોતિષશાસ્ત્રમાં જે ઉપાયો દર્શાવાયા છે તેમાંથી સૌથી ચમત્કારી અડદની દાળનો આ ઉપાય છે. શનિવારે અડદનો આ ઉપાય કરવાથી તુરંત ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરનારને ધનપ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય પણ વધે છે. તો ચાલો તમને જણાવીએ અડદના કેટલાક સરળ ઉપાયો વિશે જે તમારું ભાગ્ય બદલી શકે છે.
આ પણ વાંચો:
ગુરુ ગ્રહ આ તારીખે વક્રી થઈ ચમકાવશે આ રાશિઓનું નસીબ, કારર્કિદી પહોંચશે સાતમા આસમાને
શનિવારે આ 5 વસ્તુઓ ખરીદવાની ન કરવી ભુલ, ખરીદશો તો શનિ દેવનો ક્રોધ બનાવી દેશે ગરીબ
બેંકમાં અચાનક વધશે રુપિયા, રાતોરાત બનશો અમીર, બસ કરી લો સાવરણીનો આ નાનકડો ઉપાય
અડદની દાળના ચમત્કારી ઉપાય
1. જે વ્યક્તિ શનિદોષથી પીડિત હોય તેમણે અડદની દાળનો આ ઉપાય શનિવારે કરવો. તેના માટે શનિદેવની વિધિ વિધાન થી પૂજા કરવી અને આ પૂજામાં અડદનો ઉપયોગ પણ કરવો. થોડા અડદના દાણા હાથમાં લઈને પોતાના માથા પરથી ઉતારી કાગડાને ખવડાવી દેવી.
2. જો વારંવાર કોઈ કાર્યમાં બાધા આવતી હોય તો શનિવારે સાંજે અડદના થોડા દાણા લઈને પીપળાના ઝાડ નીચે માટીમાં તેને દબાવી દો. ત્યાર પછી પાછું જોયા વિના ઘરે પરત ફરો. સતત 11 દિવસ સુધી આ ઉપાય કરવાથી કાર્યમાં આવતી બાધા દૂર થાય છે.
3. જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો શનિવારે રાતે તેણે પોતાના માથા તરફ એક વાસણમાં સરસવનું તેલ રાખી દેવું. સવારે આ તેલમાં અડદની દાળના વડા બનાવો. આ વડા ગરીબોને ખવડાવી દો. આમ કરવાથી ધન લાભ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)