Grah Dosh Upay: કોઈપણ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની જે સ્થિતિ હોય છે તેની અસર તેના જીવન ઉપર પણ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય તો તેનાથી સંબંધિત સમસ્યાનો સામનો તેને જીવનભર કરવો પડે છે. આ સમસ્યાઓ આર્થિક માનસિક અને શારીરિક પણ હોઈ શકે છે. તેથી કુંડળીમાં ગ્રહની સ્થિતિને સમજીને તેને મજબૂત કરવાના ઉપાય કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી નબળા ગ્રહની સ્થિતિને તમે મજબૂત કરી શકો છો અને સાથે જ આર્થિક લાભ પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે વ્યક્તિની કુંડળીમાં કયા દોષના કારણે કઈ સમસ્યા થાય છે અને તેને દૂર કરવા માટે કયો ઉપાય કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિદોષ


જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય એટલે કે શનિ નબળો હોય તો તેને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. શનિ દોષના કારણે વ્યક્તિને આર્થિક સમસ્યા, વ્યવસાયમાં નુકસાન, કોર્ટ કચેરી, લગ્નમાં બાધા જેવી તકલીફો થાય છે. 


આ પણ વાંચો:


Friday Remedies: શુક્રવારે ન ખરીદો આ વસ્તુઓ, આ વસ્તુઓ સાથે ઘરમાં આવે છે ગરીબી


શુક્રવારે કરી લો આમાંથી કોઈ એક કામ, રુઠેલા લક્ષ્મીજી રહેશે પ્રસન્ન, ધનનો થશે વરસાદ


17 ઓક્ટોબર સુધીનો સમય આ 3 રાશિના લોકો માટે ભયંકર, ડગલેને પગલે કરવો પડશે સંકટનો સામનો


શનિદોષ નિવારણ


શનિ સંબંધિત દોષ દૂર કરવા માટે શનિવારના દિવસે સરસવના તેલથી શનિ મહારાજનું સ્નાન કરવું સાથે જ સરસવના તેલનો દીવો પ્રગટાવવો. જો કુંડળીમાં શનિ ભારે હોય તો ઘોડાની નાળની વીંટી બનાવીને આંગળીમાં પહેરવી.


રાહુ દોષ


રાહુ છાયા ગ્રહ છે પરંતુ જો કોઈની કુંડળીમાં રાહુની સ્થિતિ ખરાબ હોય તો તેના જીવનમાં અશુભ ઘટનાઓ બને છે. આવી સ્થિતિમાં વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડે છે અને વ્યક્તિ કરજમાં ગળાડૂબ પણ થઈ શકે છે.


રાહુ દોષ નિવારણ


જો કોઈ વ્યક્તિને રાહુ દોષથી બચવું હોય તો તેને રોજ 108 વખત રાહુના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ.


મંગળદોષ


ગ્રહોના સેનાપતિ એવા મંગળ ગ્રહનો દોષ વ્યક્તિ માટે સૌથી ખરાબ ગણાય છે. મંગળદોષ ના કારણે વ્યક્તિના જીવન ઉપર ખરાબ અસર પડે છે અને તેને ધનહાની પણ થાય છે. 


મંગળદોષ દૂર કરવાનો ઉપાય


મંગળની સ્થિતિ સુધારવા માટે અને મંગળ સંબંધિત દોષ દૂર કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)