Shaniwar ke Upay: હિન્દુ ધર્મમાં શનિવારનો દિવસ શનિ દેવને સમર્પિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે, તે વ્યક્તિના જીવનમાં સફળતાની સૌથી ઉંચી ચોટી પર બેસી જાય છે. પરંતુ તેનાથી ઉલ્ટું શનિદેવ જ્યારે કોઈ વ્યક્તિથી નારાજ થાય છે તો વ્યક્તિના જીવનમાં ઘણી મુસ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજામાંથી રંક બનવું પડે છે. શનિદેવ કર્મોના દેવતા પણ છે, એવામાં શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે. જોકે, અમુક વિશેષ ઉપાય કરવાથી ભગવાન શનિને પ્રસન્ન કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈલાયચીનો ઉપાય
જીવનમાં જો તમે આર્થિક પરેશાની સામનો કરી રહ્યા છો તો તમે લીલી ઈલાયચીનો આ ઉપાય કરી શકો છો. લીલી ઈલાયચીને પર્સમાં રાખવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. એવામાં તમે જીવનમાં સફળતા મેળવવા માટે પર્સમાં ઈલાયચી રાખી શકો છો. 


ઘોડાની નાળની વીંટી
જીવનમાં સફળતા મેળવવા માટે તમે કાળા ઘોડાની નાળ અથવા તો નાળની ખીલ્લીમાંથી બનેલી વીંટી પહેરી શકો છો. વીંટીને શનિવારના દિવસે ધારણ કરવી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિના જીવનમાંથી દુ:ખોનો અંત થવાનું શરૂ થઈ જશે.


મંત્રનો જાપ
શનિદેવના પ્રકોપ એટલે કે શનિની સાઢાસાતી અને શનિની છાયાથી બચવા માટે તમે આ ઉપાય કરી શકો છો. શનિવારના દિવસે પીપળાના ઝાડની પુજા કરવી જોઈએ અને તે ઝાડની 7 પ્રદક્ષિણા કરો. આવું કરતી સમયે “ऊं शं शनैश्चराय नम:” નો જાપ કરો. થોડાક સમય બાદ તમને અસર જોવા મળશે.


કાળા તલ
શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે કાળા તલનો દિવો પ્રગટાવો. આવું કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ઝી ભારત આની પુષ્ટિ કરતું નથી.)