Akshaya Tritiya 2023: વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ તિથિના દિવસે અક્ષય તૃતીયાનો પાવન પર્વ ઉજવવામાં આવે છે. વર્ષભર લોકો આ દિવસની રાહ જોતા હોય છે. આ દિવસ એટલો ખાસ હોય છે કે તે દિવસે કરેલા કર્મનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ આ દિવસે સોનાની ખરીદી કરવી અને નવા કાર્યની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલ 2023 ના રોજ આવશે. આ દિવસે ધનના દેવી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી પણ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે આ દિવસે આ ઉપાય કરવાથી ધનના ભંડાર ભરાય છે અને પ્રગતિ થાય છે. આ દિવસે સોનાની ખરીદી કરવી પણ શુભ ગણાય છે. આ દિવસે દાન પુણ્ય કરવાથી પણ લાભ થાય છે 


આ પણ વાંચો: 


શુક્રવારે માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ, આ ઉપાય કરવાથી ધન-ધાન્યની થશે પ્રાપ્તિ


ઘરમાં હોય વાસ્તુ દોષ કે લાગી હોય કોઈની નજર, ગાય સંબંધિત આ 4 ઉપાય સમસ્યા કરશે દુર


પૂજામાં ઘી કે તેલ, કોનો દીવો કરવો યોગ્ય? જ્યોતિષી પાસેથી શાસ્ત્રોક્ત નિયમો


શ્રી યંત્રની કરો પૂજા


જો અનેક પ્રયત્ન કર્યા છતાં પણ તમારા જીવનમાં પૈસા ટકતા ન હોય અને સતત પૈસાની ખામી રહેતી હોય તો અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં શ્રી યંત્ર સ્થાપિત કરવું અને તેની વિધિ વિધાનથી પૂજા કરવી. સાથે જ લક્ષ્મી મંત્રો નો જાપ કરવો. અક્ષય તૃતીયા પછી રોજ શ્રી યંત્રની પૂજા કરતા રહેવું. 


સોનુ ખરીદવાથી થાય છે લાભ


હિન્દુ માન્યતા અનુસાર અક્ષિત તૃતીયાના દિવસે સોનુ ખરીદવું પણ શુભ ગણાય છે. માન્યતા છે કે અક્ષી તૃતીયાના દિવસે સોનું ખરીદીને ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં બરકત રહે છે અને આર્થિક વૃદ્ધિ થાય છે.


દક્ષિણાવર્તી શંખનો ઉપાય


હિન્દુ માન્યતા અનુસાર શંખ માતા લક્ષ્મીનો ભાઈ છે. જે ઘરમાં શંખ રાખવામાં આવે અને તેની રોજ પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. જો અક્ષય તૃતીયાના દિવસે તમે સોનું ખરીદી ન શકો તો શંખ ખરીદીને ઘરમાં સ્થાપિત કરી તેની રોજ પૂજા કરવી.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)