ગુરુવારના દિવસે કરો તુલસીના આ ઉપાય, પ્રાપ્ત થશે ધન અને મળશે દુ:ખોથી છુટકારો
Tulsi Upay:ધાર્મિક શાત્રોમાં પણ કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી રહે છે. ભગવાનનો પ્રસાદ હોય કે તેમની પૂજા જ્યાં સુધી તેમને તુલસી અર્પણ કરવામાં ન આવે ત્યાં સુધી પૂજા અધૂરી રહે છે.
Tulsi Upay:હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવ્યો છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માત્ર લક્ષ્મીનો વાસ હોય છે. રોજ સવારે તુલસીને જલ આપવાથી ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. ધાર્મિક શાત્રોમાં પણ કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી રહે છે. ભગવાનનો પ્રસાદ હોય કે તેમની પૂજા જ્યાં સુધી તેમને તુલસી અર્પણ કરવામાં ન આવે ત્યાં સુધી પૂજા અધૂરી રહે છે. સંધ્યા સમયે પણ તુલસી પાસે દીવો કરવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. તુલસીની પૂજા કરવા માટે ગુરૂવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. ગુરૂવારના દિવસે કેટલાક ઉપાયો કરવાથી આર્થિક સમસ્યાઓથી ઝડપથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો:
હોળી પહેલા ઘરે લાવો આ 4 માંથી કોઈ એક વસ્તુ, ઘરમાં રહેશે બરકત અને દરેક કાર્ય થશે સફળ
આ લોકોએ ભૂલથી પણ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ, કરે તો થાય છે બરબાદી
Holi 2023: હોળી પર કરો આ વસ્તુઓનું દાન, ધનથી ભરેલી રહેશે તિજોરી
ગુરૂવારના ઉપાય
- જો તમારા જીવનમાં આર્થિક તંગી હોય તો ગુરુવારના દિવસે સવારે સ્નાન કરીને તુલસીના છોડમાં કાચું દૂધ અર્પણ કરો. ત્યાર પછી સંધ્યા સમયે ઘી નો દીવો કરવો. આમ કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય છે સાથે જ જીવનમાં આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે.
- જે લોકો ગુરુવારે તુલસી પૂજા કરે છે તેમણે પીળા કપડાં પહેરવા જોઈએ. પીળા વસ્ત્ર પહેરીને જ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી, આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
- ગુરુવારના દિવસે કેળાના ઝાડમાં પાણી ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યાઓ આવતી નથી.
- ગુરુવારના દિવસે આ ઉપાયો કરવાની સાથે ઘરની મહિલાઓએ વાળ ધોવા નહીં. સાથે જ સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ પણ ન કરવો.