હનુમાનજીના ભક્તોનો વાળ પણ વાંકો કરી શકતા નથી શનિદેવ, સાડા સાતી અને ઢૈય્યા તો દૂરની વાત! જાણો કારણ
શાસ્ત્રો મુજબ એક સત્ય એ પણ છે કે હનુમાનજી આગળ શનિદેવનું ચાલતું નથી. એવું માનવામાં આવે છે કે જે પણ હનુમાનજીની પૂજા સાચા મનથી કરે છે તેમનો શનિદેવ વાળ પણ વાંકો કરી શકતા નથી. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તમને મનમાં એ સવાલ થતો હશે કે આખરે હનુમાનજીના ભક્તોને શનિદેવ કેમ પરેશાન કરતા નથી?
શનિવારનો દિવસ હનુમાનજી અને શનિદેવની પૂજા માટે ખુબ ઉત્તમ માનવામાં આવે છે. શનિદેવ એ ન્યાયના દેવતા અને કર્મોનો હિસાબ કરનારા ગણાય છે. જે પણ વ્યક્તિ પર શનિની વક્ર દ્રષ્ટિ પડી જાય તેણે અનેક કષ્ટોનો સામનો કરવાનો વારો આવે છે. પણ શાસ્ત્રો મુજબ એક સત્ય એ પણ છે કે હનુમાનજી આગળ શનિદેવનું ચાલતું નથી. એવું માનવામાં આવે છે કે જે પણ હનુમાનજીની પૂજા સાચા મનથી કરે છે તેમનો શનિદેવ વાળ પણ વાંકો કરી શકતા નથી. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તમને મનમાં એ સવાલ થતો હશે કે આખરે હનુમાનજીના ભક્તોને શનિદેવ કેમ પરેશાન કરતા નથી?
કેદમાંથી અપાઈ હતી મુક્તિ?
પૌરાણિક માન્યતાઓ મુજબ જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા પહોંચ્યા હતા ત્યારે ત્યાંના એક કારાગારમાં શનિદેવને બંદી બનાવીને રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ બજરંગ બલીએ જ્યારે શનિદેવને પૂછ્યું કે તમે કેમ ઉલ્ટા લટકેલા છો? તો પછી શનિદેવે જણાવ્યું કે રાવણે પોતાના યોગ બળથી તેમની સાથે અન્ય અનેક ગ્રહોને બંદી બનાવી લીધા છે. ત્યારબાદ હનુમાનજીએ શનિદેવને રાવણની કેદમાંથી આઝાદ કરાવ્યા હતા. આ વાતથી ખુશ થઈને શનિદેવે હનુમાનજીને વરદાન માંગવાનું કહ્યું હતું. ત્યારે હનુમાનજીએ કહ્યું કે તમે મારી આરાધના કરનારાઓને ક્યારેય કષ્ટ નહીં આપો. એટલે કહેવાય છે કે શનિના પ્રકોપ કે સાડા સાડીના નિવારણ માટે હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઈએ.
શનિદેવે કરી હતી પૂજાભંગ!
અન્ય એક પૌરાણિક માન્યતા મુજબ એક સમયની વાત છે. જ્યારે હનુમાનજી રામજપમાં મગ્ન હતા. ત્યારે શનિદેવ ત્યાંથી પસાર થયા હતા. અહંકારમાં ડૂબેલા શનિદેવે હનુમાનજીના જાપમાં વિધ્ન નાખવાની કોશિશ કરી. શનિદેવે તેમનું ધ્યાન ભંગ કરવા માટે અનેક પ્રયત્નો કર્યા. એટલે સુધી કે પોતાની શક્તિનો ઘમંડ દેખાડીને તેમને ડરાવવાની પણ કોશિશ કરી. પરંતુ હનુમાનજી ટસના મસ ન થયા. શનિદેવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. આખરે શનિદેવે તેમને પડકાર ફેંક્યો. હનુમાનજીએ શનિદેવને કહ્યું કે હું હાલ મારા આરાધ્ય શ્રી રામનું ધ્યાન ધરું છું. કૃપા કરીને મારી શાંતિ ભંગ ન કરો. શનિદેવે હનુમાનજીના બાજુ પકડી લીધા.
બજરંગબલીએ ક્રોધમાં શનિદેવને પોતાની મૂંછમાં લપેટી લીધા. છતાં શનિદેવ તેમને લલકારતા રહ્યા અને કહ્યું કે તમે શું તમારા શ્રીરામ પણ મારું કશું બગાડી શકશે નહીં. ત્યારબાદ હનુમાનજી ગુસ્સામાં આવી ગયા અને તેમણે શનિદેવને મૂંછમાં લપેટીને પથ્થર પર પટકવાનું શરૂ કરી દીધુ. શનિદેવના હાલ બેહાર થઈ ગયા. અંતે શનિદેવે માફી માંગી. ત્યારે હનુમાનજીએ કહ્યું કે ભવિષ્યમાં આવું ન કરતા અને મારા ભક્તોને સતાવતા નહીં. ત્યારથી શનિદેવ હનુમાનજીની પૂજા અર્ચના કરતા ભક્તોને પરેશાન કરતા નથી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માધ્યમોમાં આવેલી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)