Vastu Tips: સ્નાન કર્યા પછી તરત આ કામ ન કરવું, વાસ્તુ અનુસાર આ 5 ભૂલ નબળી આર્થિક સ્થિતિનું બને છે કારણ
Vastu Tips: બાથરુમ સંબંધિત વાસ્તુ સમસ્યા જીવન ખરાબ કરી શકે છે. ખાસ કરીને સ્નાન કર્યા પછી આ 5 ભુલ કરવી વર્ષોની આર્થિક સમસ્યાનું કારણ બની શકે છે. તેથી આ 5 ભુલ ક્યારેય કરવી નહીં.
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર જો ઘરમાં કેટલાક કામ યોગ્ય રીતે કરવામાં આવે તો પ્રગતિ નિશ્ચિત છે પરંતુ વાસ્તુ અનુસાર જો બાથરુમ સંબંધિત આ 5 ભુલ કરવામાં આવે તો તે જીવન પર નકારાત્મક અસર કરે છે. આ અસર લાંબા સમય સુધી ચાલે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર સ્નાન કર્યા પછી તુરંત ક્યારેય સિંદૂર લગાડવું નહીં. આમ કરવાથી માનસિક અશાંતિ વધે છે. આજે તમને જણાવીએ એ 5 કામ વિશે જેને કરવાથી જીવન પર નકારાત્મક અસર થાય છે.
આ પણ વાંચો: 27 ડિસેમ્બરે શનિ બદલશે પોતાની ચાલ, 3 રાશિને થશે બંપર લાભ, અણધાર્યો ધન લાભ થવાના યોગ
ડોલમાં ગંદુ પાણી છોડવું
ઘણા લોકો ન્હાયા પછી કે કપડા ધોયા પછી ગંદુ પાણી બાલટીમાં ભરી રાખે છે. વાસ્તુ અનુસાર આ રીતે પાણી છોડવું અશુભ છે. તેનાથી ઘરની સુખ-શાંતિ છીનવાય છે.
ધારદાર વસ્તુનો ઉપયોગ
ન્હાયા પછી તુરંત નખ કાપવા, વાળ કાપવા કે દાઢી કરવી પણ અશુભ છે. તેનાથી નકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે. અને જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે.
આ પણ વાંચો: શનિ અને બુધ બનાવશે ત્રિએકાદશ યોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે
બાથરુમમાં ખાલી ડોલ
પાણી ભરવાની ડોલ બાથરુમમાં ખાલી રાખવી નહીં. જો ખાલી ડોલ હોય તો તેને હંમેશા ઊંધી વાળીને રાખવી. અથવા તો બાટલીમાં પાણી ભરીને જ રાખો.
ન્હાયા પછી સિંદૂર લગાડવું
સૌભાગ્યવતી સ્ત્રીઓએ સ્નાન કર્યા પછી કે વાળ ધોયા પછી તુરંત સિંદૂર ન લગાડવું. તેનાથી ખરાબ વિચાર મનમાં વધે છે અને અશાંતિ વધે છે.
આ પણ વાંચો: શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ
ભીનું બાથરુમ
ન્હાયા પછી બાથરુમમાં વાઈપર મારી સુકવી દેવું જોઈએ. વાસ્તુ અનુસાર ભીનું બાથરુમ ધનની તંગીનું કારણ બને છે. તેથી બાથરુમને સાફ રાખવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)