Vastu Tips: હિંદુ ધર્મમાં વાસ્તુનું ઘણું મહત્વ છે. ઘર બનાવવાથી લઈને સજાવવા સુધી વાસ્તુ ટિપ્સનું પાલન કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કેટલાક છોડ લગાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેવી જ રીતે તુલસીનો છોડ લગાવવો પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. કેટલાક લોકો તુલસીના સુકાઈ જવાને ખૂબ જ અશુભ માને છે. પરંતુ શું તમે જાણો છો કે સૂકી તુલસી અને તેના પાંદડા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના પણ યોગ્ય ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે. તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. તેને લાલ કપડામાં બાંધીને તિજોરી પાસે રાખો
હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરરોજ તેની પૂજા કરવાથી ધનની દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. સૂકા તુલસીના પાનનું પણ ઘણું મહત્વ છે. સૂકા તુલસીના પાનને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરી પાસે રાખો. તેનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. તેના પાંદડાની સુગંધથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે.



2. બાલ-ગોપાલને સ્નાન કરાવો
જો તમારા ઘરમાં બાલ-ગોપાલ છે તો તમે રોજ તુલસીના પાણીથી સ્નાન પણ કરાવી શકો છો. આ માટે દરરોજ સવારે પાણીમાં સૂકા પાન નાખીને બાળ-ગોપાલની મૂર્તિને સ્નાન કરાવો. આને ખુબ જ શુભ માનવામાં આવે છે.


3. ભગવાન કૃષ્ણને અન્નકૂટ અર્પણ કરો
તુલસી ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. તમે કોઈપણ મીઠાઈમાં તુલસીના સૂકા પાન મિક્સ કરીને ભગવાન કૃષ્ણને ભોજન અર્પણ કરી શકો છો. તેનાથી ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે. દરરોજ આ ઉપાય કરવાથી ભક્તોને ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. 


આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત-અનરાધાર પેટર્ન શું સૂચવે છે?
ટમેટાની ચોરી ન થાય તે માટે વેપારી રાખ્યા બોડી ગાર્ડ, ગ્રાહકોને આપી આવી ચેવતણી
વરસાદની સિઝનમાં લો મકાઈની મજા! જાણી લો મકાઈ ખાવાના મોટા ફાયદા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube