Shukra Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહનો ઉદય થાય, અસ્ત થાય છે, તે માર્ગી થાય કે પછી વક્રી થાય છે તો તેનો પ્રભાવ 12 રાશિના લોકોના જીવન ઉપર પણ પડે છે. 4 સપ્ટેમ્બરે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં માર્ગી થયો છે. ડિસેમ્બર સુધી શુક્ર ગ્રહ માર્ગી રહેશે. જેના કારણે દરેક રાશિના લોકોના જીવન ઉપર સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારના પ્રભાવ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનમાં ધન, વૈભવ, ભૌતિક સુખ, પ્રેમ અને વિલાસતાનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર ગ્રહની સ્થિતિના અનુસાર વ્યક્તિને આ બધું જ જીવનમાં પ્રાપ્ત થાય છે. જ્યારે શુક્ર ગ્રહ માર્ગી કે વક્રી થાય છે ત્યારે વ્યક્તિના જીવનના આ ક્ષેત્રોને સૌથી વધુ અસર થાય છે. હાલ જ્યારે શુક્ર ગ્રહ માર્ગી છે ત્યારે ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે. આ ત્રણ રાશિના લોકો માટે ડિસેમ્બર સુધીનો સમય વરદાન સમાન હશે. 


આ પણ વાંચો:


Surya Gochar: 17 સપ્ટેમ્બરે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, જાણો 12 રાશિઓ પર કેવી થશે અસર


આ સંકેતો જોવા મળે તો સમજી લેજો છે પિતૃ દોષ, નિવારણ માટે પિતૃ પક્ષ દરમિયાન કરો આ ઉપાય


આ 4 રાશિના લોકોના હાથમાં આવશે કુબેરનો ખજાનો, માર્ગી બુધ ઘર બેઠા પણ કરાવશે કમાણી


તુલા રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહના માર્ગી થવાથી તુલા રાશિના લોકો માટે સમય અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન આવકમાં વધારો થશે. ઘણા સમયથી અધુરી ઈચ્છા પૂરી થશે. જો તમે કંઈ નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા હતા તો સમય યોગ્ય છે. આ સમે દરમ્યાન દરેક કાર્યમાં સફળતા મળશે. નોકરી શોધી રહ્યા લોકોને સારી ઓફર મળશે.


મિથુન રાશિ


મિથુન રાશિના લોકોને પણ શુક્ર ગ્રહ માર્ગી થવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. આ સમય દરમિયાન ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમય દરમિયાન પૈતૃક સંપત્તિથી લાભ થવાના યોગ બની રહ્યા છે. મહેનતનું ફળ મળશે.


કન્યા રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર માર્ગી થવાથી કન્યા રાશિના લોકોને વિશેષ ફળની પ્રાપ્તિ થશે. આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારી વર્ગ માટે સમય અનુકૂળ. અગાઉ કરેલા રોકાણથી લાભ થવાની સંભાવના છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી  સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)