Durga Saptashati: આજ એટલે કે 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે અને અખંડ જ્યોત શરૂ કરવામાં આવે છે. આ દિવસો દરમ્યાન માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આ નવ દિવસ સર્વ શ્રેષ્ઠ હોય છે. નવરાત્રીમાં શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે તો મનોકામના પણ પૂર્ણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન જો દુર્ગા સપ્તશતી પાઠ કરવામાં આવે તો ચમત્કારી ફાયદા થાય છે. માતાને પ્રસન્ન કરવા હોય તો નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો સૌથી સારો ઉપાય છે. આ પાઠ કરવાથી ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને માતાજીના આશીર્વાદ તેના પર રહે છે.


દુર્ગા સપ્તશતી પાઠ કરવાના ફાયદો


આ પણ વાંચો: Mangalwar Upay: મંગળવારે કરો આ 5 ઉપાય, હનુમાનજી ગણતરીના દિવસોમાં મનોકામના કરશે પુરી


દુર્ગા સપ્તશતી પાઠમાં 360 શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની મહિમાનો ઉલ્લેખ છે. ધર્મશાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી અનિષ્ટનો નાશ થાય છે અને જીવનમાંથી નકારાત્મકતા ગરીબી અને દુઃખ દૂર થાય છે. સાથે જ ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને જીવનમાં સમૃદ્ધિ વધે છે. 


દુર્ગા સપ્તશતી પાઠ કરવાના નિયમ


આ પણ વાંચો: 13 એપ્રિલે મેષ રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે, 13 મે સુધી આ 3 રાશિને ચારે તરફથી થશે લાભ


- દુર્ગા સપ્તશતી પાઠ કરવાના કેટલાક નિયમો પણ છે. જો યોગ્ય વિધિપૂર્વક કરવામાં આવે તો જ તેનું પૂર્ણ ફળ મળે છે. દુર્ગા સપ્તશતી પાઠમાં 13 અધ્યાય છે જેમાં કવચ અર્ગલા અને કિલકનો સમાવેશ થાય છે. પાઠની શરૂઆત કવચ અર્ગલા અને કિલકથી જ કરવાની હોય છે તેના વિના પાઠ અધુરો ગણાય છે. 


- દુર્ગા સપ્તશતી પાઠ કરવાનો યોગ્ય સમય સવારનો જ છે. સાથે જ આ પાઠની શરૂઆત નવરાત્રીના પહેલા દિવસથી જ કરવી અને નવરાત્રીના છેલ્લા દિવસ સુધી આ વાત કરવો. 


આ પણ વાંચો: Chaitra Navratri 2024: એક ઝાટકે અમીર બનાવશે નવરાત્રીમાં કરેલા આ ઉપાય, અજમાવો એકવાર


- દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે લાલ વસ્ત્ર પહેરવા. જે જગ્યા પર બેસીને આ પાઠ કરો ત્યાં સફાઈ અને પવિત્રતાનું ધ્યાન રાખો. 


- પાઠ કરતી વખતે આસન પર બેસવું જરૂરી છે સાથે જ કોઈ સાથે વાતચીત પણ ન કરવી. દુર્ગા સપ્તશતીનો પાઠ શરૂ કરો તો નવ દિવસ દરમિયાન આ પાઠ પૂરો કરી લેવો. 


- દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે ઉતાવળ ન કરવી લઈ અને ભક્તિપૂર્વક આ પાઠ કરવાથી જ ફળ મળે છે. 


આ પણ વાંચો: મીન રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 ગ્રહ મળીને 4 રાશિને કરાવશે બંપર ફાયદો


- દુર્ગા સપ્તશતી નો પાઠ શરૂ કરો તો બ્રહ્મચર્યનું પાલન કરો. સાથે જ તામસિક ભોજન કરવાનું ટાળો. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો ફાયદો થવાને બદલે નુકસાન થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)