10 ઘણો લાભ આપશે આ વર્ષે દશેરા! 3 રાશિવાળા જાતકોની પલટાશે કિસ્મત, વિશ્વાસ નહીં કરો
Shash And Malavya Rajyog: દશેરા પર આ વર્ષે 2 રાજયોગનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. શનિ અને શુક્ર ક્રમશ: શશ રાજયોગ અને માલવ્ય રાજયોગ બની રહ્યો છે, જે 3 રાશિવાળાની જિંદગી બદલી નાંખશે.
Dussehra 2024 Rashifal: શારદીય નવરાત્રિ પર્વ શરૂ થઈ ચૂક્યું છે અને 12 ઓક્ટોબરે દશેરા મનાવવામાં આવશે. 9 દિવસ પોતાના ભક્તોની વચ્ચે રહ્યા બાદ મા દુર્ગા પ્રસ્થાન કરતા પોતાના ભક્તો પર કૃપા વરસાવશે. દશેરા પર બની રહેલા શુભ યોગ અમુક રાશિવાળા જાતકોને ખુબ લાભ આપશે.
2 રાજયોગ બદલશે ભાગ્ય
12 ઓક્ટોબર 2024ના રોજ દશેરાના દિવસે શુક્ર ગ્રહ પોતાની રાશિ તુલામાં સ્થિત રહેશે, જેનાથી માલવ્ય રાજયોગ બનશે. જ્યારે કર્મફળ દાતા શનિ પણ પોતાની રાશિ કુંભમાં વિરાજમાન રહીને શશ રાજયોગ બનાવી રહ્યા છે. આ બન્ને રાજયોગને ખુબ જ શુભ ફળ 3 રાશિ વાળાને મળશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે માલવ્ય યોગ અને શશ યોગ ખુબ જ શુભ ફળદાયી છે. આ લોકોના કરિયરમાં આશાથી પણ વધારે સફળતા મળે છે. ઉંચું પદ અને પગારમાં વધારો મળશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. દરેક કદમ પર કિસ્મતનો સાથ મળશે. કોર્ટ કચેરીના મામલામાં જીત મળી શકે છે. હાલનો સમય તેમના માટે ઈચ્છાપૂર્તિ કરનારો છે.
તુલા રાશિ
શુક્ર તુલા રાશિમાં જ રહેશે અને આ જાતકોને સૌથી મોટો લાભ આપશે. તમારી પર્સનાલિટીનું આકર્ષણ વધશે. દરેક લોકો તમારી બાજુ ખેંચાઈને આવશે. મનપંસદ નોકરી મળશે. દેવામાંથી બહાર નીકળી શકશો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. રોકાણ કરશે તો તેનો લાભ મળશે. પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો લગ્ન સુધી વાત પહોંચી જશે.
મકર રાશિ
મકર રાશિના જાતકોને આ બન્ને રાજયોગ કરિયરમાં મોટી સફળતા અપાવી શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. વેપાર સારો ચાલશે, તહેવારોની સીઝનમાં ખુબ કમાણી થશે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)